જૂનાગઢ: મહાનગર પાલિકાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. ટિકિટ વહેંચણીના કારણે નારાજ થયેલા શહેર પ્રમુખ વિનુ અમીપરાએ આજે ભાજના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં કેસરિયા કર્યા છે. અમીપરાએ કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ કરી જણાવ્યું હતું કે કોંગર્સમાં પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી હતી. પ્રદેશ કક્ષાએ સતત રજૂઆતો કરી હોવા છતાં અવગણના થતી હોવાથી પાર્ટી છોડી

ઉલ્લેખનીય છે કે વિનુ અમીપરા અને તેમના સમર્થકોને મનપાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી નહોતી. વિનુ અમીપરાએ ભાજપમાં જોડાતા જણાવ્યું, “હું કોંગ્રેસ પાર્ટીની નીતિ રિતીથી હેરાન થયો છું. દોઢ વર્ષથી પાર્ટીમાં સંક્લનનો અભાવ જોયો હતો. ટિકિટ ફાળવણી માટે આવેલા નિરિક્ષકોએ દોઢ કલાકમાં જ નિર્ણય લઈ લીધો હતો. ‘મારો એજ સારો’ આ પ્રકારના નિર્ણયો લેવામાં આવતા હોવાથી હું દુ:ખી હતો. ભાજપમાં કોઈ પણ હોદ્દાની અપેક્ષા વગર જોડાવ છું. કોંગ્રેસમાં ભવિષ્ય ન દેખાતા ભાજપમાં જોડાઈ રહ્યો છું.’

વિનુ અમીપરાને કોંગ્રેસમાં જોડતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં કોંગ્રેસની દૂકાન બંધ થઈ છે. આ કોંગ્રેસના અંતિમ શ્વાસની શરૂઆત છે. કોંગ્રેસના ધારાસભ્યો જનતાના ભયમાં છે. કોંગ્રેસ જાતિવાદના નામે પ્રજાને ઉશ્કેરે છે. કોંગ્રેસનું રાજકારણ જાતિવાદી છે.કોંગ્રેસમાં ટિકિટ માટે પૈસા લેવાની પરંપરા છે. જૂનાગઢમાં કોંગ્રેસને વિપક્ષનું પદ પણ નહીં મળે. વાઘાણીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના પ્રભારીએ પૈસા લઈને ટિકિટ વહેંચણી કરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.