Assam : ઓઇલ ઇન્ડિયાના ઓઇલ કૂવામાં લાગી ભીષણ આગ.

પોસ્ટ કેવી લાગી?

Assam

 • આસામ(Assam) માં સરકારી ગેસ કંપની ઓઇલ ઈન્ડિયાના તેલના કૂવામાં ભીષણ આગ લાગી
 • આસામના તિનસુકિયા જિલ્લામાં સરકારી ગેસ કંપની ઓઇલ ઈન્ડિયાની ઓઇલ કૂવામાંથી આગની જ્વાળા બહાર આવાની ઘટના સામે આવી છે.
 • આસામ (Assam) ના સીએમ સર્બાનંદ સોનોવાલે કહ્યું કે આગ હવે 50 મીટરના વિસ્તારમાં સીમિત થઈ ગઈ છે.
 • તેમજ નિષ્ણાતો માને છે કે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તેમને લગભગ 25-28 દિવસની જરૂર છે.
Assam
 • તેઓએ લોકોને સફળતાપૂર્વક તે વિસ્તારમાંથી બહાર કાઢ્યા છે.
 • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોનોવાલ સાથે કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.
 • તે જ સમયે, પરિસ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
 • તેમજ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર હાજર છે.
 • આ આગની ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યાં છે.
 • તથા બંને લોકોની લાશ મળી આવી છે.
 • જોકે, છેલ્લા 14 દિવસથી આ કૂવામાંથી ગેસનું અનિયંત્રિત લિકેજ થતું હતું.
 • અને મંગળવારે બપોરે આગ લાગી હતી.
 • આગ એટલી ભયંકર હતી કે તે બે કિલોમીટરથી વધુના અંતરેથી જોઇ શકાય છે.
 • કુવામાં આગ લાગી ત્યારે સિંગાપોરની ફાર્મ એલર્ટ ડિઝાસ્ટર કન્ટ્રોલના ત્રણ નિષ્ણાતો ઘટના સ્થળે હતા.

 • સૂત્રોના જણાવ્યા અનુસાર, લીક શરૂ થતાં જ 700 પરિવારોના 35,000 લોકોને ત્રણ રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા હતા.
 • પર્યાવરણ અને વન મંત્રી પરિમલ સુખાબૈદ્યાએ કહ્યું કે, આસામ સરકારી ગેસના કૂવામાં લાગેલી આગને કાબૂમાં કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.
 • મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે વાત કરી છે. આજદિન સુધી પરિસ્થિતિ અનિયંત્રિત છે.
 • અસમ(Assam) સરકાર આગને કાબૂમાં કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે અને અધિકારીઓ પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે કામ કરી રહ્યા છે.
 • મુખ્યમંત્રીએ પરિસ્થિતિને કાબૂમાં લેવા ફાયર અને ઇમરજન્સી સેવાઓ, સેના અને પોલીસ અધિકારીઓને ઘટના સ્થળે તૈનાત કરવા નિર્દેશ આપ્યો છે.
 • લોકોની સલામતી સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટીતંત્રને પણ નિર્દેશ આપ્યો હતો અને સ્થાનિક લોકોને ભયભીત ન રહેવાની અપીલ કરી હતી.
 • ગુવાહાટીમાં સોનોવાલે જણાવ્યું હતું કે આગને કાબૂમાં લેવાની સાથે સાથે લોકોના જીવ અને સંપત્તિને બચાવવા તમામ પગલા લેવામાં આવશે.
 • તે જ સમયે, સુખાબૈદ્યાએ કહ્યું, ‘આ ઘટનામાં લગભગ 6 લોકો ઘાયલ થયા છે.
 • અને આગ આસપાસના ગામોમાં ફેલાઈ ગઈ છે.
 • તેમજ ઓઇલ ઈન્ડિયા લિમિટેડ જણાવે છે કે 6-7 દિવસમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવશે.
 • તે પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પ્રયત્નશીલ છે.
 • મુખ્યમંત્રી કાર્યાલયએ ટ્વીટ કર્યું છે કે મુખ્ય પ્રધાન સોનોવાલે કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સાથે આ ઘટના અંગે ફોન પર વાત કરી છે.
 • સોનોવાલે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે પણ આગને કાબૂમાં લેવામાં વાયુસેનાની મદદ લેવા વાત કરી છે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Helo :- Follow
 • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures