હોસ્પિટલ નાં ચેરમેન સહિત ડોકટસૅ, સ્ટાફ પરિવારે ઉપસ્થિત પુજા અર્ચના કરી ધન્યતા અનુભવી.
પોષી પૂનમ નાં પવિત્ર દિવસે પાટણ શહેર ની મધ્યમાં આવેલ જનતા હોસ્પિટલ ખાતેનાં ભોમકા દેવ નાં મંદિર પરિસર ખાતે ૫૬ ભોગનો અન્નફ્રૂટ નો થાળ ભરવામાં આવ્યો હતો.
આ પવિત્ર પ્રસંગે પાટણ જનતા હોસ્પિટલના ચેરમેન મનસુખભાઈ પટેલ સહિતના ટ્રસ્ટી ગણ, જનતા હોસ્પિટલના ડોક્ટર્સ સહિત સ્ટાફ પરિવારે ઉપસ્થિત રહી ભોમકા દેવની પુજા અર્ચના સાથે ૫૬ ભોગ નો અન્નકુટ ધરાવી દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.