20
- 20 વર્ષ બાદ સોમવાર અને હરિયાળી અમાસનો સંયોગ બની રહ્યો છે.
- આ પહેલાં 31 જુલાઈ 2000માં સોમવતી અને હરિયાળી અમાસ એક સાથે હતી.
- આ વર્ષે હરિયાળી અમાસના દિવસે ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર અને શનિ ગ્રહ પોત-પોતાની રાશિઓમાં રહેશે.
- ગ્રહોની આ સ્થિતિનો શુભ પ્રભાવ અનેક રાશિઓ ઉપર જોવા મળશે.
- અષાઢમાં અમાસનો સંયોગ 16 વર્ષ બાદ બની રહ્યો છે.
- કોઇપણ વારે આવતી અમાસ કરતા સોમવારે આવતી અમાસનું વિશેષ મહત્વ રહેલું છે.
- વિક્રમ સંવત 2076ની 20 જુલાઈનાં રોજ આવતી અમાસ અંતિમ છે.
- સોમવતી અમાસ દેવાધિદેવ મહાદેવની સાથે ભગવાન વિષ્ણુ, પિતૃકૃપા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે.
- અષાઢની અમાસને દિવાસા તરીકે પણ ઉજવવામાં આવે છે.
- 21મી જુલાઇથી પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થાય છે.
- નારદ પુરાણ પ્રમાણે અષાઢ મહિનાની અમાસે પિતૃ શ્રાદ્ધ, દાન, દેવ પૂજા તથા વૃક્ષ વાવવા જેવા શુભ કામ કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે.
- જેમની કુંડળીમાં કાલસર્પ દોષ, શનિની દશા અને પિતૃ દોષ છે.
- તેમણે શિવલિંગ ઉપર પંચામૃત ચઢાવવું જોઇએ.
- આ દિવસે ઓમ વિષ્ણવે નમ મંત્રનો જાપ અથવા શ્રીવિષ્ણુસહશ્ત્રનામ સ્તોતનું પઠન પણ ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે.
- આ સાથે શિવમહિમ્નસ્ત્રોત કરવો પણ ઘણો સારો માનવામાં આવે છે.
- આ દિવસે તમે શિવલીંગ પર જળાભિષેક કરવું પણ શ્રેષ્ઠ ફળ આપનારૂં છે.
- આ વખતે 20 જુલાઈએ હરિયાળી અમાસ પણ છે.
- આ દિવસે હર્ષણ યોગ, પુનર્વસુ નક્ષત્ર, સોમવાર અને અમાસનો વિશેષ સંયોગ બની રહ્યો છે.
- આ દિવસે હરિયાળી અને સોમવતી અમાસ પર્વ એકસાથે ઉજવાશે. એટલે આ પર્વ વધારે ખાસ થઇ ગયો છે.
- હરિયાળી અમાસે 5 ગ્રહ પોત-પોતાની રાશિઓમાં રહેશે.
- 5 ગ્રહના સ્વગૃહી હોવાથી આ દિવસે કરવામાં આવેલ સ્નાન અને દાન વધારે પુણ્ય ફળદાયી રહેશે.
- આ પર્વમાં કરેલા શ્રાદ્ધ અને તર્પણથી પિતૃઓ તૃપ્ત થાય છે.
- ભગવાન શિવ-પાર્વતીની પૂજા પણ આ દિવસે કરવામાં આવે છે.
- હરિયાળી અમાસે ખેતરમાં કામ આવતાં સાધનોની પૂજા કરવાની પરંપરા છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow