Monsoon

  • રાજ્યમાં ચોમાસા (Monsoon) માં એક તરફ વાતાવરણ ખુશનુમા બન્યું છે
  • ત્યારે બીજી તરફ બીમારી ફેલાવવાની શરૂ થઇ છે.
  • તો આ સમયે આપણે આપણા અને પરિવારના સ્વાસ્થ્યની પુરેપુરી સંભાળ રાખવી હિતાવહ છે.
  • Monsoon (ચોમાસા)ની ઋતુમાં પેટનો દુ:ખાવો, ગળામાં ઇન્ફેક્શન અને સોજો, તાવ જેવી સમસ્યા થવી એ સામાન્ય વાત છે.
  • આ બધાથી બચવા આપણા શરીર માટે ઘરેલુ ઉપાયો ખૂબ જ લાભકારી સાબિત થાય છે.
  • તો આજે આપણે સરળ ઘરેલુ નુસખા જાણશું જેનાથી તમે બીમારીથી બચી શકશો તે જોઇએ.
Monsoon
  • એક ગ્લાસ પાણીમાં એક નાનકડી ચમચી તજ પાવડર, વાટેલા કાળા મરીનો પાવડર અને અડધી ચમચી મધ નાખીને આ મિશ્રણ અડધુ રહે ત્યાં સુધી ઉકાળો
  • તે પછી થોડુ ઠંડુ થતા પી લો. આ પીવાથી તાવ, શરદીમાં રાહત મળે છે.
Monsoon
  • બે ગ્લાસ પાણીમાં બે ચમચી મેથીદાણા નાખીને ઉકાળો.
  • જ્યારે પાણી અડધુ રહી જાય તો તેમાં એક નાનકડી ચમચી હળદર અને મીઠુ મિક્સ કરો.
  • કુણુ થતા દિવસમાં 3-4 વાર કોગળા કરવાથી ગળાનો દુખાવો દૂર થઈ જાય છે.
  • આદુ, ગોળ, મરી, તુલસી, લવિંગનો ઉકાળો બનાવી પીવાથી ખૂબ ફયદો થાય છે.
  • ઉકાળો પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે તેમજ સ્નાયુઓ મજબૂત થાય છે.
  • આ ઉપરાંત રાત્રે સૂતા પહેલા એક ચમચી મધ પીઓ.
  • તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોવાને કારણે તે ગળાનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024