બોલીવૂડના ડાયરેકટર રામ ગોપાલ વર્માના પ્રોડક્શન હાઉસ પર બેન

Ram Gopal Varma

Ram Gopal Varma

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝે મોટો નિર્ણય લઈને ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા (Ram Gopal Varma) ના પ્રોડક્શન હાઉસ પર બેન લગાવી દીધો છે. આ નિર્ણયનો અર્થ એ થાય છે કે, આ ફેડરેશન સાથે સંકળાયેલા 32 યુનિયનનો કોઈ પણ સભ્ય રામ ગોપાલ વર્મા સાથે કામ નહીં કરે.

રામ ગોપાલ વર્મા પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ટેકનિશિયન અને બીજા કર્મચારીઓના મહેનતાણાના 1.5 કરોડ રુપિયા નહીં ચુકવવાનો આરોપ મુકાયેલો છે. ફેડરેશનના કહેવા પ્રમાણે રામ ગોપાલ વર્મા ગરીબ ટેકનિશિયનો અને વર્કરોના પૈસા ચુકવે તેવુ બધા ઈચ્છતા હતા. આ મામલે તેમને 17 તારીખે પત્ર પણ લખવામાં આવ્યો હતો. તેમણે પત્ર સ્વીકારવાનો પણ ઈનકાર કરી દીધો હતો.

આ પણ જુઓ : પાણી આપવાની ના પાડતાં ગુજાર્યો ગેંગરેપ, પ્રાઇવેટ પાર્ટમાં નાખ્યો સળીયો

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ મામલામાં રામ ગોપાલ વર્માને નોટિસ પણ મોકલવામાં આવી હતી. જોકે તેમણે બાકી પૈસા ચુકવ્યા નહોતા અને નોટિસનો જવાબ પણ યોગ્ય રીતે આપ્યો નહોતો. જો આ નિર્ણયનો અમલ થયો તો રામ ગોપાલ વર્માના શૂટિંગ માટે કોઈ કર્મચારીઓ કે ટેકનિશિયન્સ આવશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here