છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી વાતાવરણ બનતા અને હળવો વરસાદ પડતાં ખેતરોમાં ઉભો પાક જે મુરઝાઈ રહ્યો હતો તેને કઈક અંશે જીવતદાન મળ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.

પાટણ જિલ્લામાં ચાલુ વર્ષના ખરીફ પાકના વાવેતરની સ્થિતિ જોતા અત્યાર સુધીમાં ર,૮૬,૬૭૪ હેકટર વિસ્તારમાં વાવેતર થયેલ છે જે છેલ્લા ત્રણ વર્ષની નોર્મલ વાવેતરની સરેરાશ ૩,૩ર,૭ર૬ હેકટરની તુલનાએ ઓછું રહ્યું છે.

જિલ્લામાં અત્યાર સુધીના વાવેતરમાં સૌથી વધુ વાવેતર દિવેલાનું ૬૦,૦૩૦ હેકટર જેટલા વિસ્તારમાં વાવેતર થયેલ છે. આ ઉપરાંત ૩૯૭૧૯ હેકટર વિસ્તારમાં અડદ, ર૪૬૦૬ હેકટરમાં બિન પિયત કપાસ, ર૧૪૬૮ હેકટરમાં પીયત કપાસ અને ૬૯પ૭ હેકટર વિસ્તારમાં મગનું વાવેતર થયેલ છે.

આ ઉપરાંત જિલ્લામાં ખરીફ મોસમમાં અત્યારે ૧,૧ર,૦૮પ હેકટર વિસ્તારમાં લીલા ઘાસચારાનું વાવેતર કરવામાં આવેલ હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જાણવા મળ્યું હતું.

જિલ્લામાં ૩૬ર૦ હેકટરમાં બાજરી અને ૧૮૦૦ હેકટરમાં મગફળી તેમજ ૧૪રર હેકટરમાં તલનું વાવેતર થયેલ છે. તે ઉપરાંત ૧રપપ૪ હેકટરમાં ગુવારનું અને ૧૭૯૩ હેકટરમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024