ગાંધીનગર ના આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષાક સંઘના પ્રમુખ. મહામંત્રી સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષાકસંઘ ઉપપ્રમુખ તેમજ તાલુકા સંઘના હોદ્દેદારો અને સર્વ શિક્ષક ભાઈ-બહેનોની બહોળી ઉપસ્થિતિમાં ડીસા તાલુકા ઘટક પ્રાથમિક શિક્ષક સંઘના નવીન હોદ્દેદારની વરણી કરવામાં આવી હતી.

ત્યારે નવીન હોદ્દેદારોના સ્વાગત માટે બહોળી સંખ્યામાં શિક્ષક મિત્રો જોડાઈને ઉષ્માભયું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ આવેદન આપવા માટે નવી ટીમ સાથે જોડાયા હતા. આમ, આવેદન કાર્યક્રમ શ્રેષ્ઠ અને સફળ રહ્યો હતો. શિક્ષકોના પ્રાણ પ્રશ્નો..જેવા કે શાળા માં કંટીજન્શી ગ્રાન્ટ ફાળવણી શિક્ષકોના જૂના તેમજ નવા પુરવણી બિલો નો તાત્કાલિક અસર થી નિકાલ કરવો..સળંગ નોકરી ના કેશો નો ઝડપી નિકાલ કરવો..શિક્ષકો ના સાતમા પગાર પંચ ના બાકી રહેલ સ્ટીકરો ની કવેરી તાત્કાલિક અસર થી દુર કરી સ્ટીકરો ની ફાળવણી કરવી..

એલ ટી સી.ના બાકી બિલો ની તાત્કાલિક અસર થી નિરાકરણ કરવા. સી આર સી. મિત્રો ને લગતા વિવિધ પ્રશ્નો તેમજ તાલુકાના શિક્ષકો ના લગતા તમામ પ્રશ્નોની તાલુકા ઘટક સંઘ દવારા રજૂઆતો કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024