પાટણ : શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહનું આયોજન

પાટણ શહેર એ ઐતિહાસિકની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક દેવી-દેવતાઓના અતિ પૌરાણિક સ્થાનકો આવેલા છે.

ત્યારે પાટણ શહેર ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક ધાર્મિક ઉત્સવો ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવતા હોય છે. ત્યારે પાટણ શહેરના મહિલા મંડળની સામે આવેલ સોસાયટીમાં શ્રીમદ્ ભાગવત જ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કથાકાર પરેશભાઈ શાસ્ત્રી દ્વારા શ્રીમદ ભાગવતમાં આવતા તમામ સુંદર પ્રસંગોનું રસપાન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આજના બદલાતા યુગમાં શ્રીમદ્દ ભાગવતનું મહત્વ પણ સમજાવ્યું હતું.

આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોમાં મહિલાઓ અને સિનિયર સિટીઝનો અને બાળકો ઉપસ્થિત રહી શ્રીમદ ભાગવત સપ્તાહનો રસપાનનો અનેરો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.