પાટણ શહેરના બુકડી ચોક વિસ્તારમાં વર્ષો જૂનો ઉભેલો વડલો વરસાદના કારણે જડમૂળમાંથી ધરાશાયી થતાં આજુબાજુના ત્રણ જેટલા દુકાન ધારકોને ભારે નુકશાન થવા પામ્યું હતું.
ત્યારે આ વડલો ધરાશાયી થયા બાદ રસ્તામાં તેનું ઘટાદાર થડ પડી રહેતાં આવતા જતા રાહદારીઓ સહિત સ્થાનિક લોકોને હાલાકી પડતી હતી
જેથી સ્થાનિક લોકોની હાલાકીને દૂર કરવા પાટણ નગરપાલિકા ખાતે ગતરોજ આ ઘટાદાર વડલાના થડની હરાજી કરવામાં આવી હતી અને આ હરાજીના અંતે રર૦૦ રુપિયામાં હરાજી આપીને નગરપાલિકામાં આવકની સાથે રસ્તા વચ્ચે પડી રહેલા થડનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું.