ધોળા દિવસે રોકડ રકમ ની ભરેલ દાન પેટી લઈ જતો જોવા મળ્યો ચોર.
સરકારી હોસ્પિટલ માં ચોરીની ઘટના અંગે અનેક સવાલો ઉભા થયા છે.
શિહોરી ટાઉન વિસ્તારમાં પોલીસ સ્ટેશન પાસે સરકારી હોસ્પિટલ માં વાદળી ગૌ શાળા ની દાન પેટી ની ચોરી કરી ફરાર.
સરકારી હોસ્પિટલ માં લગાવેલ સીસીટીવી કેમેરા બંધ હોવાનું હોસ્પીટલ ના ડોકટર એ જણાવ્યું હતું.
ત્યારે હવે સવાલ એ છે કે શું સરકારી હોસ્પિટલ માં આઠ જેટલા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવેલ છે.
અને બહાર ના ભાગમાં જ આવેલ કેમેરા બંધ કેમ? છેલ્લા કેટલાય સમયથી બંધ થઈ ગયેલા સીસીટીવી કેમેરા કયારે ચાલુ કરવામાં આવશે?
અગાઉ પણ બાઈક ની ચોરી થઈ હતી અને વારંવાર થતી ચોરીઓ ને લઈ વેપારીઓ પણ અવઢવમાં મુકાયા છે.
ત્યારે હવે આ બાબતે ગૌશાળા ગ્રૂપ દ્વારા તાત્કાલિક ધોરણે શિહોરી પોલીસ સ્ટેશનમાં અરજી આપી ને ચોર ટોળકી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી.
જોકે બાજુમાં આવેલ મેડિકલ ની દુકાન પર લાગેલ સીસીટીવી કેમેરામાં ચોર સ્પષ્ટ દેખાય છે.
ત્યારે હવે પોલીસ દ્વારા કયારે આવા ચોર ને ઝડપી પાડવા માં આવશે તે જોવું રહ્યું.