માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર અમદાવાદ સંસ્થાના સહયોગથી બનાસકાંઠા જિૡા દલિત સંગઠનના સૌજન્ય દ્વારા જિૡાના વિવિધ સરકારી પીએચસી, સીએચસી ખાતે કોરોનાની હાલનીસ્થિતિને અને કોવિડ-૧૯ ની ત્રીજી લહેરની શક્યતાને પહોંચી વળવા,
દિયોદર ખાતે સરકારી દવાખાનાઆેમાં આેિક્સજન સિલિન્ડર, સેનેટરાઈઝ, પલ્સ આેક્સીમીટર, ફ્લોમીટર, થર્મલ ગન,ગ્લુકોમિટર, માસ્ક, પીપીઈ કીટ, ગ્લોવ્ઝ, દવાઆે વગેરે કોવિડના સાધનોની કીટ આપવામાં આવી હતી.
ત્યારે સંસ્થાના કાર્યકરો સાથે આ રાહત સામગ્રી કીટ દિયોદર બ્લોકક હેલ્થ આેફિસર ડાૅ. બિ્રજેશ વ્યાસ દિયોદર રેફરલ હોિસ્પટલ મેડિકલ આેફિસરશ્રી ડાૅ પંકજ ગુપ્તા, ડાૅ. પ્રતિક રાઠોડ પાઇલોટ ટીમના દિનેશભાઈ નાઈએ સ્વીકારી કોરોના કાળમાં સંસ્થા નો આભાર વ્યક્ત કરતા ઉત્સાહ પૂર્વક સામગ્રી સ્વીકારી હતી.
મહત્વનું છે કે માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર અમદાવાદ સંસ્થાના દીપકભાઈ સોલંકી, બાબુભાઈ શિહોરા, દિયોદર જય ભીમ એકતા મંડળ પ્રમુખ શંકરલાલ સોલંકી, સામાજિક કાર્યકર સેધાભાઈ પરમાર, સહિતના સામાજિક કાર્યકર ઉપિસ્થતિ રહ્યા હતા.
કોરોના કાળમાં આ કાર્ય માટે માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર અમદાવાદ અને બનાસકાંઠા દલિત સંગઠન અને આ કાર્ય માટે પ્રેરણા રૂપ સંસ્થાના નિયામક એલિસ મોરિસ અને બીડીએસ પ્રમુખ દલપત ભાટીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.