કડી : સૌથી વધુ થાય છે કપાસની આવક

- Advertisement -

This browser does not support the video element.

સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં કોટન સિટી તરીકે જાણીતું હોય તો એ છે મહેસાણાનું કડી શહેર કોટન સિટી એવા કડીમાં ૧રપ થી વધુ જીનિંગ મિલો અને ૧પ૦ થી વધુ ઓઇલ મીલ આવેલી છે.

ત્યારે ચાલુ સિઝને આજથી કડી કોટન માર્કેટમાં હરાજીની શરૂઆત થઈ હતી . કડી કોટન માર્કેટમાં આજે રૂ .૧પ૭૦ થી રૂ. ૧૬ર૧ ભાવ રહ્યો હતો. અને ર૦ ટન જેટલી કપાસની આવક થવા પામી હતી.

કડી એપીએમસીના ચેરમેન રાજેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ કૃષિ કાયદા મા સુધારો થતા હવે ખેડૂત સ્વતંત્ર થયો છે અને પોતાની જણસી પોતાની મરજી મુજબ વેચાણ કરી શકે છે જેથી ચાલુ વર્ષ બીજા રાજ્યોમાંથી પણ કડી કોટન માર્કેટમાં આવક વધશે તેવી આશા સેવાઈ રહી છે.