દિલીપસિંહ રાજપુત બનાસકાંઠા : Banaskantha જિલ્લાના માવસરી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોસ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માવસરી પોલીસ મથક વિસ્તારમાં ફરજમાં બેદરકારી દાખવતા હેડ કોસ્ટેબલ ભૂરાભાઈને સસ્પેન્ડ કરાયા છે. LCB દ્વારા થોડા દિવસ અગાઉ પોલીસ મથક વિસ્તારમાં રેડ કરી દારૂ ઝડપી પડાતા હેડ કોસ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. ફરજમાં બેદરકારી દાખવનાર હેડ કોસ્ટેબલને સસ્પેન્ડ કરાતા જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
Banaskantha Head Constable Suspended in Mavasri Police Station
બનાસકાંઠા જિલ્લા પોલિસ વડાએ માવસરી પોલીસ મથકના ટડાવ ઓ.પી. વિસ્તાર માવસરી પોલીસ સ્ટેશનથી અંદાજે એક લાખની રકમના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા ટડાવ ઓ.પી. ના હેડ.કો.ભૂરાજી નાગજી રાજપૂતને સસ્પેન્ડ કર્યા હતા.
જોકે ૧૯૯૪ માં પોલીસમાં ભરતી થયેલ ભૂરાજી રાજપુતે એલ.સી બી.,એસઓજી.,આર. આર. સેલ, ડીવાયએસપી સ્કવોર્ડ તેમજ બ.કાં.ના તમામ પોલીસ મથકોમાં ઉમદા ફરજ અદા કરી છે. જેમાં તેમની ફરજ દરમિયાન એનડીપીએશના કેસો, નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ તેમજ જિલ્લામાં પોતાની એલસીબી ની ફરજ દરમિયાન સૌથી વધુ વિદેશી દારૂ પણ જડપ્યો છે અને તેમની ૨૮ વર્ષની ફરજ દરમ્યાન સારી શાખાઓમાં ખાતાના ઉચ્ચ અધિકારીથી પોલીસ સ્ટેશન પણ વિશેષ કામગીરી બજાવી છે. તેમને એવોર્ડની જગ્યાએ વિદેશી દારૂ મળવાના કેસમાં સસ્પેન્ડ કરાતાં પોલીસ બેડામાં ચણભણાટ જોવા મળ્યો છે. જયારે અચાનક પોલીસ વડા દ્વારા આવી કાયૅવાહી કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચચાૅ એ જોર પકડ્યું છે.