બનાસકાંઠાના થરાદ ડીસા હાઈવે પર આવેલા હરીપુરા પાટીયા નજીક સ્વિફ્ટ ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જતાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જેના ગોઝારી ઘટનાઓ બની રહી છે. વાહન ચાલકો બેફામ રીતે ઓવર સ્પીડમાં વાહનો ચલાવતા નજરે જોવા મળી રહ્યા છે. જેને લઇ અકસ્માતો સર્જતાં હોય છે. ત્યારે ગતરોજ થરાદના ડીસા હાઈવે ઉપર આવેલા હરીપુરા પાટિયા નજીક સ્વીફ્ટ ગાડી અને બાઇક બચ્ચે અકસ્માત સર્જયો હતો.

આ અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં ચાલકનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજયું હતું. હરીપુરા પાટિયા નજીક શિફટ ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જતાં આજુબાજુથી લોકોના ટોળેટોળા ઉમટયા હતા. થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024