કાંકરેજના ઉણ રતનપુર પેટ્રોલ પંપ ઉપર તાજેતરમાં થયેલી લુંટના આરોપીઓને બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી પાડયા હતા. રતનપુર નજીક આવેલ ભાગ્યોદર એસ્સાર પેટ્રોલપંપ ઉપર લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો. અને પેટ્રોલ પંપ ઉપર સફેદ કલરની નંબર પ્લેટ વગરની ગાડીમાં ત્રણ અજાણ્યા ઈસમો મોઢુ બાંધેલી હાલતમાં આવી લુંટ ચલાવી હતી.
ત્યારે લુંટનો ભોગ બનનાર ઈસમે લુંટ અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે લુંટના આરોપીઓેને પકડવાના ચક્રો ગતિમાન કર્યો હતા ત્યારે એલસીબી પોલીસે રાજસ્થાનના જાલોરથી એક આરોપીને ઝડપી પાડી લુંટમાં મદદ કરનાર અન્ય બે આરોપીઓને પોલીસે શોધખોળ હાથ ધરી છે.
#PTNNews #BanaskanthaNews #GujaratiNews #Gujarat #Banaskantha #બનાસકાંઠા #BanaskanthaDistrict #BanaskanthaCity #BreakingNews #TodayNews #તાજાસમાચાર #ટૉપન્યૂઝ