બનાસકાંઠાના સરહદી અનેક ગામોમાં પીવા ના પાણી માટે અત્યારે લોકોને ચાલીને એક બે કિલો મીટર જેટલું જવુ પડે છે ત્યારે વાવ તાલુકા ના ઉચપા ગામમાં તો લોકો ને સરપંચની આળસ અને લાઈન મેનના કારણે છેલ્લા ત્રણ મહિનાથી પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે
ગામ લોકો દ્વારા લાઈન મેન, સરપંચ, પાણી પુરવઠા વિભાગને અનેક વાર મૌખિક અને ટેલીફોનીક જાણ કરવામા આવી હતી તેવુ ગામ લોકો દ્વારા જાણવા મળ્યુ હતુ અને ગામના ભૂપતભાઇ દ્વારા જાણવા મળ્યું હતું કે તેમણે પાણી પુરવઠા વિભાગને લેખિત રજૂઆત ચાર પાંચ દિવસ પહેલા કરી છે, ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે ગામને પાણી ની લાઈન ભાચર થી આવે છે અને ત્યાં ઘણા લોકો દ્વારા વચ્ચે થી પાઇપ લાઈન મા કનેક સન કરીને પાણી ને ખેતરો મા રજકા ને પાણી મૂકવા અને કેટલાય લોકો દ્વારા તો પાણી પુરવઠા ની લાઈનમાં કનેકસન કરીને પોતાના ખેતરમાં રહેલા બોરમાં મૂકવામાં આવ્યુ છે લોકો દ્વારા અનેક વાર પાણી પુરવઠા વિભાગને જાણ કરવા છતાં
પાણી પુરવઠા વિભાગ દ્વારા હજી પણ કાઈ એક્શન લેવા મા આવી નથી ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાણીની લાઈનમાં રપ જેટલા કનેકશન કરવામા આવ્યા છે જેને લીધે પાણી ગામમાં આવતુ નથી, અને ગામ લોકો દ્વારા એવા આક્ષેપો કરવામા આવ્યા હતા કે લાઈન મેન લોકો પાસે થી એક કનેકશનના પ૦૦ રૂપિયા કનેકશનવાળા પાસેથી લેવામા આવે છે અને છેૡા પંદર દિવસથી ગામમાં એક દમ પાણી ઓછું આવે છે
ગામ લોકો દ્વારા જાણવામાં આવ્યું હતું કે ગામમાં તળાવ છે તેમાં પણ પાણી ખારું છે જેના લીધે તળાવ ના પાણી ને ઢોર ઢાંખર પણ પિતા નથી ગામ લોકો દ્વારા પાણી પુરવઠા વિભાગને અનેક વાર મૌખિક રીતે જાણ કરવામાં આવી તેવું ગામ લોકો દ્વારા કહેવામા આવ્યુ હતું છતાં પણ અધિકારીઆનો કોઈ નિકાલ નથી લાવ્યા. અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે ગામ લોકોના ફોન પણ પાણી પુરવઠા વિભાગના અધિકારી ઓને ફોન કરવામાં આવે તો તે ફોન પણ નથી ઉપાડતા તેવા ગામ લોકો દ્વારા આક્ષેપો કરવામા આવ્યા હતા.
