બનાસકાંઠાના લાખણીના કુડામાં એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા કરી નાંખવામાં આવી છે. એક જ ચૌધરી પટેલના પાંચ સભ્યોમાંથી 4 લોકોની હત્યા કરવામાં આવી છે. રાત્રીના સમયે ઘટેલી ઘટનામાં  કરશન ભાઈ ચૌધરીના પરિવારની હત્યા કરવામાં આવી છે.

ગામલોકોએ પોલીસને જાણ કરીને ઘટનાની માહિતી આપી હતી. હત્યારાએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. અગાઉ આ હત્યા શાહુકારોએ કરી હોવાની શંકા હતી પરંતુ પોલીસને આશંકા છે કે પરિવારના મોભી કરશન ચૌધરી પટેલે આર્થિક સંકડામણ વધી જતા પરિવારની હત્યા કરી નાંખી અને પોતે ઝેરી દવા ગટગટાવી લીધી છે. હાલમાં કરશન પટેલ ઇજાગ્રસ્ત છે અને દવાખાનામાં સારવાર લઈ રહ્યાં છે, જ્યારે આ ઘટનામાં માતા અણવી પટેલ પુત્ર ઉકાજી પટેલ પુત્ર સુરેશ પટેલ અને પુત્રી અવની પટેલની મોત થઈ છે.

પોલીસને આશંકા છે કે દિવાસ પર જે લોકોના નામ લખવામાં આવ્યા છે તે શાહુકારોના નામ છે, જેના ત્રાસથી આ પરિવારના મોભીએ પોતાના સંતાનોની હત્યા કરી અને ઝેરી દવા ગટગટાવી લીધી છે.જોકે, હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.  દિવાલ પર કેટલાક લોકોના નામ લખવામાં આવ્યા છે. આ ઘટના 21 લાખ રૂપિયાની ઉઘરાણીના મુદ્દે થઈ હોવાની ચર્ચા છે.

બનાસકાંઠાના લાખાણી તાલુકાના કુડા ગામે ચૌધરી પટેલ સમાજના એક પરિવારના ચાર લોકોની સામૂહિક હત્યા પાછળ વ્યાજખોરોનો ત્રાસ હોવાના આક્ષેપ સાથે ગામના ચૌધરી પટેલ સમાજ દ્વારા ધરણા દેવામાં આવ્યા છે. શુક્રવારે આ ગામના ચૌધરી કરશન પટેલના ઘરમાંથી ચાર વ્યક્તિની લાશ મળી આવી હતી. મૃતક તેમના પુત્ર, પુત્રવધુ અને પૌત્ર હતા. બાદમાં આ મામલે ખુલાસો થયો હતો કે કરશન પટેલે જાતે પરિવારની હત્યા કરી ઝેર ગટગટાવ્યું હતું. આ ઘટનામાં શંકાની સોઈ વ્યાજખોરો પર તકાઈ છે. ઘરની દિવાલ પર કેટલાકા લોકોના નામ લખવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ વ્યાજખોરોના ત્રાસથી કરશન પટેલે પરિવારની હત્યા કરી છે.

પ્રથમ મૃતકોની લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યા બાદ આ કેસમાં ગ્રામજનોએ હવે ધરણા દીધા છે. ગામના ચૌધરી પટેલ સમાજ દ્વારા ધરણા દઈ પોલીસ પાસે દિવાલ પર જેમના નામ લખેલા છે તેમની ધરપકડની માંગ કરી છે. સમગ્ર ગામમાં એક જ ચર્ચા છે કે આ ઘટના વ્યાજખોરોના ત્રાસથી બની છે. ગ્રામજનોએ હજુ પણ મૃતકોની લાશ સ્વીકારી નથી.

ઘરની દિવાલ પર મળી આવેલા નામ ઉપરાંત એક અન્ય લખાણમાં ઉલ્લેખ છે કે આ ઘટના રૂ. 21 લાખની બાકી ઉઘરાણીના કારણે ઘટી છે. એવી આશંકા છે કે પરિવારને મોતને ઘાટ ઉતારનાર કરશન ચૌધરીએ પ્રથમ હત્યા કરી અને બાદમાં વ્યાજખોરોના નામ ઘરની દિવાલ લખી જાતે ઝેર પી લીધું છે. જોકે, પોલીસ કરશન ચૌધરી પટેલના નિવેદનની રાહ જોઈ રહી છે. જ્યાં સુધી તેમનું નિવેદન ન મળે ત્યાં સુધી સમગ્ર પ્રકરણના રહસ્યા પરથી પડદો ઉંચકાય તેમ નથી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.