દીવમાં ઘર કંકાસ થતા પત્નીએ પોતાને આગ લગાવી દીધી હતી, બચાવવા ગયેલો પતિ પણ દાઝ્યો હતો. વાત એવી છે કે દીવના વણાંકબારામાં શનિવારે મધરાત્રે ઘર કંકાસમાં પત્નીએ એકાએક ઉશ્કેરાઇ જઇને પોતાના શરીર પર ડીઝલ છાંટી જાત જલાવી લીધી હતી. આ દરમિયાન પતિ બચાવવા જતાં પોતે પણ ગંભીર રીતે દાઝી ગયો હતો.

પતિ હાલ ગંભીર હાલતમાં ઉનાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 15 વર્ષના દીકરાએ માતાના બળી ગયેલા મૃતદેહને અગ્નિદાહ આપીને અંતિમ વિધિ કરી હતી. મહિલાના મોતથી પાંચ બાળકોએ માતાની છત્રછાંયા ગુમાવી છે.

દીવના વણાંકબારામાં ગદુલીવાડીમાં શનિવારે રાત્રે આ આગજનીની ઘટના બની હતી. પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન ચાર દીકરી અને એક દીકરાની માતા એવી મિનાક્ષીબેને ઉશ્કેરાઇને શરીર પર ડીઝલ જેવો પદાર્થ છાંટીને આગ ચાંપી દીધી હતી. જેના લીધે તેઓ ભડભડ સળગી ઉઠ્યા હતા. આથી પતિ મહેશભાઈ કોળી તેને બચાવવા જતાં તેઓ પણ દાઝી ગયા હતા.

શોરબકોર અને ઘોંઘાટ સાંભળી નીચે સૂતેલો દીકરો અનિરુદ્ધ દોડી આવ્યો હતો. દરમિયાન આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. પતિ ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેને ઉના હોસ્પિટલ રીફર કરાયો હતો. જ્યારે પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.