- ઘરમાં એકલો શિક્ષિત વ્યક્તિ હોવા છતાં બસ-કન્ડક્ટરે પાસ કરી IASની પરીક્ષા.
- ઊંચા સપનાઓ સાથે આગળ ગમે તેવી મુશ્કેલીઓ નાની લાગે છે. આ વાત એક બસ કંડક્ટરે સાચી કરી બતાવી છે. ઘરમાં એકલો શિક્ષિત વ્યક્તિ હોવા છતાં બસ-કન્ડક્ટરે પાસ કરી છે IAS ની પરીક્ષા. આ વાતને સાચી કરી બતાવી છે બેંગ્લોરમાં બસ કન્ડક્ટર મધુ એનસીએ. મધુએ પોતાની સખત મહેનતથી યૂપીએસસીની સિવિલ સેવા પરીક્ષાની મેંસ પરીક્ષા પાસ કરી બતાવી છે.
- યૂપીએસસી દ્વારા IAS નું રિઝલ્ટ જાહેર થયા બાદ જ્યારે મધુએ પોતાનો રોલ નંબર યૂપીએસસીની વેબસાઈટ પર જોયો તો, તે ખુશીથી ઝૂમી ઉઠ્યો. મધુ બીએમટીસીમાં હાલમાં કન્ડક્ટર છે અને પરિવારમાં પહેલા એવા વ્યક્તિ જે સ્કૂલ ગયા છે.ઘરના બાકી સભ્યો અશિક્ષિત છે.

- 29 વર્ષિય મધુએ ગત વર્ષે જુન મહિનામાં યૂપીએસસી સિવિલ સેવાની પ્રિલિમ્સ પરીક્ષા આપી હતી, જેનું રિઝલ્ટ ઓક્ટોબર મહિનામાં આવ્યું હતું. પ્રીલિમ્સ પાસ કર્યા બાદ મધુ મેંસની તૈયારીમાં લાગી ગયા.
- મધુએ પોલિટિકલ સાયન્સ અને ઈન્ટરનેશનલ રિલેશન્સને પસંદ કર્યા હતા. મધુએ પ્રિલીમ્સ કન્નડ ભાષામાં તો મેંસની પરીક્ષા અંગ્રેજી ભાષામાં આપી હતી.

- મધુએ માત્ર 19 વર્ષની ઉંમરમાં કન્ડક્ટરનું કામ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે મધુએ માત્ર પોતાની સ્કૂલનો અભ્યાસ પુરો કર્યો હતો.
- ત્યારબાદ મધુએ ડિસ્ટેન્સ લર્નિંગ દ્વારા સ્નાતક અને અનુસ્નાતકનો અભ્યાસ કર્યો મધુ રાજનિતીશાસ્ત્રમાં અનુસ્નાતક છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News