August
- આવતીકાલથી ઑગસ્ટ (August) મહિનો શરૂ થવા જઇ રહ્યો છે.
- તો એવામાં બેન્કને લઈને ખૂબ જ અગત્યના સમાચાર છે.
- જો કે ઑગસ્ટ મહિનામાં અલગ-અલગ રજાઓના લીધે બેન્કો બંધ રહેશે.
- તેમાં રવિવાર અને મહિનાનો બીજો અને ચોથો શનિવાર પણ સામેલ છે.
- તો સૌથી પહેલાં ગઇકાલે એટલે કે 1 ઑગસ્ટ (August) ના રોજ બકરીઇદની રજા છે.
- બીજા દિવસે એટલે કે 2 ઑગસ્ટના રોજ રવિવાર છે.
- તથા 3 ઑગસ્ટના રોજ રક્ષાબંધનની રજા રહેશે.
- ત્યારબાદ 8 ઑગસ્ટ (August) ના રોજ મહિનાનો બીજો શનિવાર છે તો 9 ઑગસ્ટના રોજ રવિવાર છે.
- આ પછી 12 ઑગસ્ટના રોજ જન્માષ્ટમીની રજા છે તો આ દિવસે પણ બેન્ક બંધ રહેશે.
- ત્યારબાદ 13 ઑગસ્ટ (August) ના રોજ પેટ્રિયોડ ડે તરીકે ઇમ્ફાલ ઝોનમાં બેન્ક બંધ રહેશે.
- તેમજ 15મી ઑગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની રજા રહેવાની છે.
- તો 20મી ઑગસ્ટના રોજ શ્રીમંત સંકરાદેવની તિથિ પર બેન્ક બંધ રહેવાની છે.
- તેની આગળ 21મી ઑગસ્ટના રોજ હરિતાલિકા ત્રીજના અવસર પર બેન્કોમાં રજા રહેશે.
- 22મી ઑગસ્ટના રોજ ગણેશચતુર્થીની રજા હશે.
- તો મહિનાના છેલ્લો દિવસ 31મી ઑગસ્ટ (August) ના રોજ તિરૂઓણમની રજા રહેવાની છે.
- જો તમારે ઑગસ્ટ (August) મહિનામાં બેન્કનું કોઇપણ કામ છે તો આ તારીખને યાદ રાખી લેજો કારણ કે આ દિવસોમાં તમારું કોઇ કામ થશે નહીં.
- હા જો તમારે પૈસા ઉપાડવા હશે તો તેના માટે એટીએમમાં વ્યવસ્થા રહેશે.
- તમે ત્યાંથી પૈસા નીકાળી શકો છો.
- બાકી જે કામ તમારા બેન્કમાં ગયા વગર થઇ શકતા નથી તેના માટે તમારે આ તારીખોના હિસાબથી જ જવું પડશે.
તારીખ | રજા |
1 ઑગસ્ટ – શનિવાર | બકરી ઇદ |
2 ઑગસ્ટ | રવિવાર |
3 ઑગસ્ટ – સોમવાર | રક્ષાબંધન |
8 ઑગસ્ટ – શનિવાર | બીજો શનિવાર |
9 ઑગસ્ટ- રવિવાર | રજા |
13 ઑગસ્ટ – ગુરૂવાર | પેટ્રિયોડ ડે (ઇમ્ફાલ ઝોલનમાં બેન્કો બંધ) |
15 ઑગસ્ટ – શનિવાર | સ્વતંત્રતા દિવસ |
16 ઑગસ્ટ – રવિવાર | રજા |
20 ઑગસ્ટ – ગુરૂવાર | શ્રીમંત સંકરાદેવની તિથિ |
21 ઑગસ્ટ – શુક્રવાર | હરિતાલિકા ત્રીજ |
22 ઑગસ્ટ – શનિવાર | ગણેશ ચતુર્થી |
23 ઑગસ્ટ – રવિવાર | રજા |
29 ઑગસ્ટ – બુધવાર | કર્મા પૂજા |
30 ઑગસ્ટ – રવિવાર | રવિવાર |
31 ઑગસ્ટ – સોમવાર | તિરૂઓણમ |
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow