દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, પાટણ ખાતે તા.૧૯/૧૧/૧૮ થી ૧૮/૧૨/૧૮ સુધી
મહિલાઓ માટે બ્યૂટી પાર્લર મેનેજમેન્ટની પાટણ જીલ્લાના વિવિધ ગામોમાંથી કુલ-30 મહિલા
ઉમેદવારોને તાલીમ આપવામાં આવી હતી. આ સમાપન કાર્યક્રમમાં નાબાર્ડના જિલ્લા વિકાસ
વ્યવસ્થાપકશ્રી રાકેશ વર્માએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતું.
આ પ્રસંગે દેના ગ્રામીણના ડાયરેકટરશ્રી પ્રતિક શાહએ જણાવ્યું હતું કે, દેના ગ્રામીણ સ્વરોજગાર
તાલીમ સંસ્થાનમાં વિનામૂલ્યે વ્યાવસાયિક પ્રશિક્ષણ આપવામાં આવે છે. તાલીમ દરમ્યાન જે ઉમેદવારો દૂરના વિસ્તારોમાંથી આવે છે તેમના માટે આ સંસ્થામાં રહેવા માટેની વિનામૂલ્યે સુવિધા આપવામાં છે. જેમાં સવારે ચા-નાસ્તો, બપોરના સમયે ચા અને બીસ્કીટ, રાત્રે ભોજન પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. સંસ્થામાં રહેતા દરેક ઉમેદવારને તેમની કીમતી વસ્તુઓ રાખવા માટે બેડશીટ, એક ઓશીકું, ધાબળો અને એક કબાટ સાથે એક અલગ પથારી આપવામાં આવે છે. આ સંસ્થા ખાતેથી ૨૫ થી ૩૦ જેટલા જુદા જુદા વ્યવસાયોમાં ૯૦૦૦ થી વધુ ઉમેદવારોએ તાલીમ મેળવેલી છે.
આ પ્રસંગે તાલીમાર્થી બહેનો તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
“તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.“