પાટણ જિલ્લાના તાલુકાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેમ્પ યોજાશે.
પાટણ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત તાલુકા કક્ષાએ આવાસના લાભાર્થીઓને એમનું આવસ જે સ્ટેજ પર પૂર્ણ થયેલ હોય તે સ્ટેજના બાકી નીકળતા હપ્તાઓ તાત્કાલિક અસરથી મળી રહે તે માટે સમી તાલુકાના લાભાર્થીઓ માટે તા.૨૬/૧૨/૧૮ના રોજ ૧૧-૦૦ કલાકે તાલુકા પંચાયત-સમી ખાતે, શંખેશ્વર તાલુકાના લાભાર્થીઓ માટે તા.૨૬/૧૨/૧૮ના રોજ ૧૪-૦૦ કલાકે તાલુકા પંચાયત-શંખેશ્વર ખાતે, રાધનપુર તાલુકાના લાભાર્થીઓ માટે તા ૨૭/૧૨/૧૮ ના રોજ ૧૧-૦૦ કલાકે તાલુકા પંચાયત-રાધનપુર ખાતે, સાંતલપુર તાલુકાના લાભાર્થીઓ માટે તા.૨૭/૧૨/૧૮ના રોજ ૧૪-૦૦ કલાકે તાલુકા પંચાયત-સાંતલપુર ખાતે, ચાણસ્મા તાલુકાના લાભાર્થીઓ માટે તા.૨૮/૧૨/૧૮ ના રોજ ૧૧-૦૦ કલાકે તાલુકા પંચાયત ચાણસ્મા ખાતે અને હારીજ તાલુકાના લાભાર્થીઓ માટે તા.૨૮/૧૨/૧૮ના રોજ ૧૪-૦૦ કલાકે તાલુકા પંચાયત હારીજ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો કેમ્પ યોજાશે.
લાભાર્થીઓને આવાસ સ્ટેજ મુજબ હપ્તાઓના ચુકવણા થઇ શકે તે માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરવાની થતી હોઇ ઉપર દર્શાવેલ તાલુકાના લાભાર્થીઓએ જે તે તાલુકા પંચાયત કચેરી ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણની એક અખબારી યાદીમાં જણાવાયું છે.