• આજે મહાશિવરાત્રીના પાવન અવસરે રાજ્યના શિવાલયો ભક્તોના મહેરામણથી છલકાઈ ગયા છે.ત્યારે ભવનાથના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે તો સોમનાથ દાદાને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આજના દિવસે સંતો અને ભક્તોના સંગમથી શિવાલયો મહાદેવ હર હરના નાદથી ગૂંજી ઉઠ્યા છે. ગિરનારની ગોદમાં દર વર્ષે ભવ્ય મેળાનું આયોજન થાય છે. આજે સવારે લોકો ભવનાથના દર્શન કરી અને શિવરાત્રીના મેળામાં જોડાઈ રહ્યા હતા.
  • શિવરાત્રીના મેળામાં દિગંબર સાધુઓનું ખાસ મહત્ત્વ હોય છે. દેશ-વિદેશથી આવતા ભક્તોએ જૂનાગઢમાં દિગંબર સાધુઓના દર્શન અને કરી અને આશિર્વાદ મેળવ્યા હતા.ભવનાથના પ્રાંગણમાં તો વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આવી પહોચ્યા હતા. જોકે, શિવરાત્રી દરમિયાન ભંડારા અને ડાયરાના સતત પ્રવાહોની વચ્ચે ભવનાથમાં લાખો માણસ મેળાની મજા માણવા આવ્યું હતું.
  • ભવનાથમાં છેલ્લા સાત દિવસથી ચાલી રહેલા મેળામાં અનેક સંતો દૂરદૂરથી ભાગ લેવા આવ્યા હતા. આજે મહાશિવરાત્રીનો મેળાનો અંતિમ દિવસ છે ત્યારે લોકોએ સાધુ સંતોના દર્શન કરવાનો લ્હાવો લીધો હતો.
  • જુદા જુદા આશ્રમમાં પ્રસાદનો પ્રવાહ સતત શરૂ જ છે ત્યારે કથાકાર મોરારી બાપુએ પણ ભવનાથના સંતો વચ્ચે જઈ અને ભોજન તૈયાર કરતા સ્વયંસેવકોનો ઉત્સાહ વધાર્યો હતો.ભવનાથમાં સાધુઓની રવાડીને જોવા માટે દેશ-વિદેશમાંથી લાખો લોકો જૂનાગઢમાં ગિરનારમાં ઉમટી પડ્યા છે. શિવરાત્રીની વહેલી સવારે હજારો લોકોએ ગિરનારના દર્શન કર્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024