• ઉત્તર પ્રદેશની એક સ્કૂલ સંચાલકે બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓને નકલ માટે ઉશ્કેર્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. ત્યારે તેમાં સંચાલક કહી રહ્યા છે કે, પરીક્ષા હોલમાં વાત કરવાને નકલ ન કહેવાય. કોઈ એક-બે થપ્પડ મારી દે તો સહન કરી લેજો. દરેક સવાલનો જવાબ લખજો. અને તેમ છતાં પણ કઈ ઉકેલ ન આવે તો જવાબ પત્રિકામાં રૂ. 100ની નોટ રાખી દેજો. ગેરંટી આપુ છું કે કોપી તપાસનાર આંખો બંધ કરીને તમને પાસ કરી દેશે. વીડિયો વાયરલ થયા પછી જિલ્લા સ્કૂલ નિરીક્ષક ડૉ. રાજેન્દ્ર પ્રસાદના આદેશથી સંચાલક સામે ફરિયાદ કરવામા આવી છે અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
  • મઉ જિલ્લાના મધુબનમાં હરિવંશ મેમોરિયલ ઈન્ટર કોલેજ છે. તેના ડિરેક્ટર પ્રવીણ મલ્લે બોર્ડ પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓ માટે ફેરવેલ પાર્ટી રાખી હતી. અહીં પ્રવીણે અમુક વાલીઓની હાજરીમાં વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા નકલ રોકવાની જોગવાઈઓ વિશે માહિતી આપી હતી.
  • મારો કોઈ વિદ્યાર્થી નપાસ નથી થતો, કડકાઈથી ન ડરતા.પ્રવીણે વિદ્યાર્થીઓનેજણાવ્યું હતું કે, પ્રશાસનિક કડકાઈથી ડરવાની કોઈ જરૂર નથી. ગેરંટી આપુ છું કે, મારો કોઈ વિદ્યાર્થી નપાસ નથી થતો. તમે એક બીજા સાથે વાત કરો તે ઠીક છે. સરકારી સ્કૂલ, પરિક્ષા કેન્દ્રોના શિક્ષકો મારા મિત્રો જ છે. જો તમે કોપી કરતા પકડાઈ પણ જાઓ અને તમને કોઈ એક-બે થપ્પડ પણ મારી દે તો ડરવાની જરૂર નથી. બસ થોડું સહન કરી લેજો. પરિક્ષા હોલમાં કોઈ સવાલના જવાબ બાકી ન રાખતા.
  • જિલ્લા સ્કૂલ નિરીક્ષકએ કહ્યું છે કે, પ્રશાસન દરેક પગલે પરીક્ષામાં ચોરી રોકીને રાજ્યમાં શૈક્ષણીક વાતાવરણ ઉભુ કરવાનો પ્રયત્ન કરે છે. આ સંજોગોમાં સ્કૂલ સંચાલક હોય કે અન્ય કોઈ વ્યક્તિ પરીક્ષામાં ચોરી કરવાની વાતને પ્રોત્સાહન આપશે તો તેમની સામે ચોક્કસથી FRI નોંધવામાં આવશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024