Bihar
બિહાર (Bihar)ના ભાગલપુરમાં પતિ-પત્નીના સંબંધોને શરમમાં મૂકે એવી એક ઘટના સામે આવી છે. પીડિતાએ આપેલા નિવેદન અુનસાર તેના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા. પતિ દારૂડિયો અને જુગારી હતો. પતિએ દારૂના નશામાં તેને દાવ પર લગાવી દીધી અને હારી ગયો. ત્યારબાદ પાંચ-છ લોકોએ તેમની સાથે દુષ્કર્મ આચર્યું. તેને લઈને સતત પતિ સાથે લડાઈ થતી હતી. એક દિવસ આરોપીએ તેની પર એસિડથી હુમલો કરી દીધો. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે દાઝી ગઈ છે.
ત્યારબાદ પીડિતા પતિના ચુંગાલથી બચીને પિયર પહોંચી અને પરિજનોની સાથે સામાજિક કાર્યકર્તા દીપ સિંહની ન્યાય માટે મદદ માંગી. સામાજિક કાર્યકર્તાએ સીનિયર એસી આશીષ ભારતી સાથે વાત કરી અને પછી એસએસપીના નિર્દેશ પર મોજાહિદપુર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી.
આ પણ જુઓ : 15 ડિસેમ્બરે PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, કચ્છની લેશે મુલાકાત
ફરિયાદ બાદ પોલીસે આરોપી પતિને ઝડપી પાડ્યો છે. સીનિયર એસપીએ સ્પીડી ટ્રાયલના માધ્યમથી આરોપીઓને સજા અપાવવાની વાત કહી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.