Rajkot

Rajkot

રાજકોટ (Rajkot) માં મોડી રાત્રે  BMW કારે એક બાઈકને અડફેટે લેતા બાઈક સવાર શખ્સનું મોત નિપજ્યું છે. 

મળતી માહિતી મુજબ, મંગળવારે રાત્રે થોરાળા વિસ્તારના રહેવાસી 45 વર્ષીય જયંતીભાઈ રાઠોડ પોતાની નોકરી પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ પોતાની બાઈક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે રાજકોટના અમૂલ સર્કલ પાસે GJ-12-AX-7785 નંબરની BMW કારે જયંતીભાઈની બાઈકને ટક્કર મારી હતી. જ્યાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

આ પણ જુઓ : અમદાવાદમાં સગીરે મોજશોખ પુરા કરવા 7 વર્ષના બાળકનું અપહરણ કર્યું

આ અકસ્માતની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. થોરાળા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં BMW કાર લક્કીરાજ ભગવાનજી અકવાલિયા નામનો યુવક કેફી પદાર્થ પીને ગાડી હંકારતો હોવાનું સામે આવ્યું છે.