અમદાવાદમાં સગીરે મોજશોખ પુરા કરવા 7 વર્ષના બાળકનું અપહરણ કર્યું

Kidnapping

Kidnapping

અમદાવાદના વહેલાલમાંથી એક 17 વર્ષના સગીરે 7 વર્ષના બાળકનું અપહરણ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. અપહરણકર્તાએ અપહરણ (Kidnapping) કરીને 30 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી છે.

સગીરે મોજશોખ પુરા કરવા માટે ઝડપથી રૂપિયા કમાવવા 7 વર્ષના બાળકને એક્ટિવા પર લઈ જય અપહરણ કર્યું હતું. આ ઘટના સંદર્ભે કણભા પોલીસે સગીર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાના વહેલાલ ગામમાં 7 વર્ષનો બાળક પરિવાર સાથે રહે છે. તેની પાડોશમાં જ મૂળ હિમાચલપ્રદેશના નૈનિતાલનો રહેવાસી સગીર તેના માસા સાથે રહેતો હતો. પોતાના મોજશોખ પુરા કરવા માટે તેણે બાજુમાં રહેતા 7 વર્ષના બાળકનું અપહરણ કરી રાતે બાળકના પિતાને ફોન કરી રૂ. 30 લાખની ખંડણીની માગ કરી હતી.

આ પણ જુઓ : અમદાવાદના ઘાટલોડિયામાં વૃદ્ધાએ સેનેટાઈઝરથી સળગી 5માં માળેથી કૂદી આત્મહત્યા કરી

આ ઘટનામાં પોલીસની ટીમે સમય રહેતા આખી રાત ગ્રામ્ય એસઓજી, વિવેકાનંદ નગર, કણભા, એલસીબી એક ઓપરેશન ચલાવીને બાળકને સગીરના ચુંગાલમાંથી છોડાવી દીધો છે. પોલીસે અપહરણ કરનાર 17 વર્ષના સગીરની ધરપકડ કરી લીધી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here