Harij
હારિજ (Harij) ના બુડા-રસુલપુરા ગામ વચ્ચે પુલ નજીક અકસ્માત થતા બાઈક ચાલકનું મોત થયું હવાની ઘટના બની છે. અજાણ્યા વાહનની ટક્કરે રસુલપુરાના બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું.
હારીજ તાલુકાના રસુલપુરાગામે રહેતા અશોકજી મધાજી ઠાકોર મોટર સાયકલ જી.જે. 24 એ.એસ 4951 લઈ હારીજથી પરત આવી રહ્યા હતા ત્યારે શનિવારે રાત્રે બુડા રસુલપુરા ગામ નજીક અજાણ્યા વાહને ટક્કર મારતાં રોડ પર પટકાયા હતા.
આ પણ જુઓ : યૂટ્યૂબર કેરી મિનાતી અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મથી ડેબ્યુ કરશે
અકસ્માતથી શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા હારીજ સરકારી દવાખાને સારવાર માટે ખસેડાતાં મોત નિપજ્યું હતું. મૃતકના પિતરાઈ ભાઈ દશરથજી ઠાકોરે હારીજ પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.