સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી રૃ.૩૨ કરોડની ખંડણી અને રૃ,૧૨ કરોડના બિટકોઈન પડાવી લેવાના કેસમાં સી.આઈ.ડી.(ક્રાઈમ)એ અમરેલી પોલીસના ઇન્સ્પેક્ટર અનંત પટેલ વિરૃદ્ધ ૨૩૦૭ પાનાંની ચાર્જશીટ ફાઈલ કરી છે.

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચાર્જશીટમાં ૨૨૩ સાક્ષીઓના નિવેદનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પૈકી છ સાક્ષીઓના નિવેદન સી.આર.પી.સી.-૧૬૪ મુદબ નોંધવામાં આવ્યા છે.
હેન્ડરાઇટિંગ એક્સપર્ટ તેમજ સાયબર ક્રાઈમ એક્સપર્ટના અભિપ્રાયોનો સમાવેશ પણ ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે. સીઆઈડી તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે અમરેલી પોલીસના વડા જગદીશ પટેલ, ઇનસ્પેક્ટર અનંત પટેલ અને ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ પોલીસ કોન્સ્ટેબલો અને અન્ય લોકોની મદદગારીથી બિલ્ડર શેલૈષ ભટ્ટનું અપહરણ કરી રૃ.૧૨ કરોડના બિટકોઈન પડાવ્યા હતા અને રૃ.૩૨ કરોડની ખંડણી વસૂલી હતી.
આ રૃપિયાને રોકડમાં પરિવર્તિત કરી આરોપીઓ વહેંચવામાં આવ્યા હતા. આંગડીયાની વ્યવસ્થા અનંત પટેલે કરી હતી. સીઆઈડીએ એવી શંકા પણ વ્યક્ત કરી છે કે બિટકોઈનને રોકડમાં પરિવર્તિત કરવા માટે અનંત પટેલની સૂચનાથી અમરેલી પોલીસના આરોપી કોન્સ્ટેબલો કંટ્રોલ રૃમને જાણ કર્યા વગર ફ્લાઇટ દ્વારા મુંબઈ ગયા હતા.

આરોપી ઓ મુંબઈ શા માટે ગયા હતા તે હજુ સુધી તપાસમાં બહાર આવી શક્યું નથી. કેસ નોંધાયા બાદ અનંત પટેલ વેશ બદલી ફરાર થયો હતો અને પોલીસે તેને ગાંધીનગર નજીકથી ઝડપ્યો હતો. આ કેસમાં ભાગેડુ જાહેર થયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સાથે અનંત પટેલ પહેલેથી સંપર્કમાં હોવાની શંકા પણ સીઆઈડીએ વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024