2 જૂનના રોજ નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને માર માર્યાનો વીડિયો વારયલ થતાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપના આ ધારાસભ્ય પ્રત્યે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આવી લુખ્ખાગીરી કરતા ધારાસભ્ય સામે કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર ઠપકો આપીને માફી માગવાનું કહેતા ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં પણ પ્રમુખની આ પ્રકારની નીતિ સામે નારાજગી પ્રવર્તી છે.

પક્ષે ગંભીર નોંધ લીધી: ભાજપ, પગલા લેશે?ભાજપના પ્રદેશ પ્રવક્ત ભરત પંડ્યાએ એક વીડિયો દ્વારા જણાવ્યું હતું કે, આ ઘટના શરમજનક છે અને ભાજપ તેને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ વીડિયો જોતા જ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તાકીદે ફોન કરીને ખુલાસો માગ્યો હતો અને ઠપકો આપીને માફી માગવા પણ કહ્યું હતું. ગાંધીના ગુજરાત આ પ્રકારની હિંસા ક્યારેય ન થવી જોઈએ અને લોકપ્રતિનિધિ તરીકે પ્રજા સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. આ પ્રકારના દૂર્વ્યવહાર ચલાવી ન લેવાય અને પક્ષે તેની ગંભીર નોંધ લીધી છે.

કોંગ્રેસની કડક પગલા લેવાની માગ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ બલરામ થાવાણી સામે કડક પગલાં ભરવાની માગણી કરીને મહિલાને માર મારવાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી ચિમકી આપી હતી કે, જો થાવાણી સામે પગલાં ભરવામાં નહીં આવે તો મહિલાઓ રણચંડી બનશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024