નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ ગઇકાલે મહિલાને લાતો માર્યા બાદ હવે તેની પાસે રાખડી બંધાવી અને મહિલાને નાની બહેન ગણાવી તેની સાથે નાટકીય રીતે સમાધાન કર્યું છે. ગઇકાલે જે મહિલા રજૂઆત કરવા આવી હતી તેની સાથે બેહૂદૂ વર્તન કર્યા બાદ આજે તેના ઘરે બલરામ પહોંચ્યા હતા. મીડિયા સમક્ષ પણ તેને નાની બહેન બનાવી તેની રક્ષા કરશે તેમ કહ્યું હતું. મીડિયાએ પણ તેઓને સવાલ કરતા તેઓ જવાબ આપવાનું ટાળી ત્યાંંથી પલાયણ થઇ ગયા હતા. બીજી તરફ ભોગ બનનાર મહિલાએ પણ ફરિયાદ નોંધાવ્યા બાદ હવે રાખડી બાંધી અને બલરામ થાવાણીનું મો મીઠું કરાવતા તેની ઉપર પણ દબાણ કરવામાં આવ્યું હોય તેવું જાણવા મળ્યું છે.

લાતો મારતો ભાઈ!

મહિલાને લાતો માર્યા બાદ સમાધાન કરી લેનારા ભાજપના ધારાસભ્ય પ્રત્યે ચોતરફથી ફિટકાર વરસી છે. આ મામલે કોંગ્રેસ પણ આક્રમક બની છે, એટલું જ નહીં રાજ્યના મહિલા આયોગે પણ પોલીસ કમિશ્નરને આ મામલે રિપોર્ટ સોંપવાનું જણાવ્યું હતું. બીજી તરફ લોકોમાં ચર્ચા જાગી હતી કે લાતો મારીને રાખડી બંધાવનાર આ તો કેવી ભાઈ છે.

જોકે, અહીં બીજી હકીકત એવી છે કે ચારે તરફથી દબાણ બાદ સવારે માફી નહીં માંગવાની હુંકાર કરનારા ભાજપના ધારાસભ્યએ સાંજે પીડિત મહિલાના ધર્મના ભાઈ બનવું પડ્યું છે. પીડિતાના હાથે રાખડી બંધાવી ભાજપના ધારાસભ્યએ તેણીના આશીર્વાદ પણ આપવા પડ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.