પરસેવા ની દુર્ગંધ થી રાહત મેળવવા માટે જો તમેપણ કાયમ કોઈ ડિયો કે પરફ્યુમ વાપરો છો તો આ જાણકારી પછી તમે તેનાથી દુરી બનાવી લેશો. આ ડિયો અને પરફ્યુમ ન કેવળ પરસેવા ની ગ્લેન્ડ ને પ્રભાવિત કરે છે પરંતુ શરીર ની ટોક્સિફિકેશન ની પ્રાકૃતિક પ્રક્રિયા ને પણ નુકશાન પહોંચાડે છે.

અલગ અલગ અધ્યાયનો ના આધાર પર રિસર્ચ માં માનવ માં આવ્યું છે કે શરીર માંથી પરસેવો નિકલવો ખૂબ જ જરૂરી છે અને ડિયો તેમાં અવરોધ પેદા કરી બીજી ઘણી સમસ્યાઓ ને જન્મ દે છે.

કેમ જરૂરી છે પરસેવો

રિસર્ચ દ્વારા માનવામાં આવ્યું છે કે જ્યારે પરસેવો વળે છે ત્યારે શરીર નું તાપમાન સામાન્ય રહે છે અને શરીર ને કુદરતી રીતે ઠંડક મળે છે. પરસેવો આવવાનું એક કારણ એ પણ છે કે શરીર માં મોજુદ ગ્લેન્ડ સારી રીતે કામ કરવા લાગે છે.

આપણા શરીર માં ઘણી વાર મેટલ્સ વધારે થઈ જાય છે જે પરસેવા ના રસ્તા માં ડિટોક્સિફાઈ થઈ જાય છે. લોફબોરો યુનિવર્સિટી ના શોધકર્તાઓનું માનવું છે કે જો પરસેવો ન આવે તો અડધો કલાક શારીરિક શ્રમ કર્યાં પછી તમારા શશરીર નું તાપમાન વધવા લાગે છે.

તેમણે માન્યું કે પરસેવો ઓછો કરવા માટે વાપરવા માં આવતા ખુશ્બુદાર ઉત્પાદનો પરસેવા ની સ્વાભાવિક પ્રક્રિયા માં બાધા પહોંચાડે છે જેના કારણે શરીર માં કેડમિયમ , લીડ અને મરકરી જેવા તત્વો ભેગા થઈ શકે છે.

ડિયો અને પરફ્યુમ ના બીજા પણ છે નુકશાન

જો તમેં વિચારો છો કે પરસેવા ની દુર્ગંધ ને દૂર કરવા માટે ડિયો લગાવવો જરૂરી છે તો જાણી લ્યો કે પરફ્યુમ પરસેવા ની મહેક ને અધિક દુર્ગંધિત કરે છે. કેમ કે પરસેવો નીકળવાની પ્રક્રિયા ને પ્રભાવિત કરે છે તેથી અંદર રહેવા વાળો પરસેવો વધારે દુર્ગંધિત થાય છર અને પરસેવા ની સમસ્યા વધી જાય છે.

પરસેવો શરીર માં ત્યારે નીકળે છે જ્યારે આપણે તણાવ , ગભરાહટ કે સેક્સ હોર્મોન વધે છે તેથી પરસેવો વધારે નીકળે છે. એવામાં પરસેવા ની દુર્ગંધ થી છુટકારો મેળવવા માટે વપરાતા ડિયો કામેચ્છા ને પણ પ્રભાવિત કરે છે.