SpaceX
અમેરિકા ઉદ્યોગપતિ ઇલોન મસ્કના મહત્વકાંક્ષી મિશન મંગળ પ્રોજેક્ટ સ્પેસ એક્સ (SpaceX)નું એક પ્રોટોટાઇપ રોકેટમાં ટેસ્ટ દરમિયાન વિસ્ફોટ થયો છે. બુધવારના રોજ સ્પેસ એક્સના સ્ટારશિપ રોકેટને ટેક્સાસના કાંઠે લોન્ચ કરવામાં આવ્યું હતું.
સ્પેસએક્સના અને ટેસ્લાના સ્થાપક એલન મસ્કે લોન્ચની થોડી મિનિટ બાદ ટ્વીટ કરી કહ્યું, મંગળ અમે આવી રહ્યાં છીએ. કંપનીએ રોકેટમાં વિસ્ફોટ થયો છતા આ ટેસ્ટ ખુબ સારો રહ્યો એમ જણાવ્યું હતું અને સ્ટારશિપને શુભેચ્છા પાઠવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે રોકેટ ઝડપથી લેન્ડ કરી રહ્યું હતું, તેના કારણે વિસ્ફોટ થયો
સ્ટારશિપે નિયત સમયે ટેકઓફ કર્યું અને બીજુ એન્જિન શરૂ થતાની સાથે જ સીધું ઉપરની તરફ ગયું. 4 મિનિટ અને 45 સેકન્ડની ઉડાન ભરાય બાદ રોકેટનું ત્રીજુ એન્જિન સ્ટાર્ટ થયું અને રોકેટ અપેક્ષિત સ્થિતિ તરફ આગળની તરફ વધ્યું હતું. રોકેટની ગતિ ધીરી કરવા માટે લેન્ડિંગથી પહેલા એન્જિનને ફરી શરુ કરવામાં આવ્યું. તે દરમિયાન ક્રેશ થઇને રોકેટ જમીન પર આવ્યું.
આ પણ જુઓ : ભારતના નવા સંસદભવનના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વીડિયો કોન્ફરન્સથી થયા સહભાગી
મસ્કે રોકેટ લોન્ચના સફળ ભાગને યાદ કરતા કહ્યું કે સ્ટારશિપે ટેકઓફ કર્યું, ઉડાન દરમિયાન પોતાની સ્થિતિ બદલી અને વિસ્ફોટથી પહેલા પોતાની નિયત લેન્ડિંગ માર્ગ પર આવી ગયું હતું. અમે તે આંકડા મળી ગયા છે જેની અમારે જરૂર હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.