board of education :
- ગુજરાત શિક્ષણ બોર્ડ(board of education) દ્વારા આજે ધોરણ 10(ssc Result 2020)નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.
- આ વર્ષે પહેલીવાર પરીક્ષા(exam) આપનારા નિયમિત વિદ્યાર્થીઓનું 60.64% પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતા 6% ઓછું છે
- તેમજ નિયમિત સાથે રીપીટર(repeater) અને ખાનગી વિદ્યાર્થીઓ મળીને પરિણામ 50 % કરતાં પણ ઓછું છે.
- વિદ્યાર્થીઓ www.gseb.org પરથી પરિણામ મેળવી શકશે.
- શિક્ષણ વિભાગ દ્વારા માર્કશીટ કે અન્ય સર્ટિફિકેટ માટેની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે.
- ગત વર્ષે ધોરણ 10(ssc result 2020)નું પરિણામ 66.97% જાહેર થયું હતું.
- બનાસકાંઠાનું સપરેડા કેન્દ્ર આ વર્ષે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર રહ્યું છે. તેમજ દાહોદ જીલ્લાનું રૂઆબારી સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર રહ્યું છે.
- તદુપરાંત જિલ્લાની વાત કરીએ તો આ વર્ષે પણ સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત જીલ્લો અને સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે.
- આ વર્ષે ગણિત વિષયમાં 3 લાખ 10 હજાર 833 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. 39% વિધાથીઓ ગણિતમાં નાપાસ થયા છે
- જેથી ગણિત વિષયનું પરિણામ 60.76% જેટલું રહ્યું છે.
- આ પણ જુઓ : Gadget : nokiaએ લોન્ચ કર્યા Nokia 125 અને Nokia 150 ફોન, જાણો ફીચર્સ.
- જાહેર કરવામાં આવેલા ધોરણ 10ના પરિણામ પર ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી એમ.એમ.પઠાણે જણાવ્યું કે, ધોરણ-10(ssc)નું 60.64% પરિણામ જાહેર થયું છે.
- જેમાં 74.66% સાથે સુરત શહેર પ્રથમ ક્રમે છે.
- બનાસકાંઠાનું પરિણામ 94.78% છે. દાહોદનું 47.47% પરિણામ છે.
- 291 શાળાઓ જેમનું પરિણામ 100% આવ્યું છે. તેમજ 30% ઓછું પરિણામ ધરાવતી શાળા 1839 છે.
- 174 શાળાઓ છે જેમનું પરિણામ 0% આવ્યું છે.
- આ વખત વિદ્યાર્થીનીઓનું પરિણામ 66.02% અને વિદ્યાર્થીઓનું પરિણામ 56.53% આવ્યું છે.
- ગુજરાતી માધ્યમનું પરિણામ 57.54%, અંગ્રેજી માધ્યમનું પરિણામ 86.75% અને હિન્દી માધ્યમનું પરિણામ 63.94% આવ્યું છે.
- આ વર્ષે સમગ્ર રાજ્યમાં ફક્ત 1671 વિદ્યાર્થીઓ એ જ A1 ગ્રેડ મેળવ્યો છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News