Saudi Arabia
  • લોકડાઉન બાદ ભારતમાં 25 મેથી ઘરેલૂ ફ્લાઇટ્સને ફરીથી શરૂ કરવામાં આવી હતી.
  • કોરોના વાયરસની મહામારી દરમિયાન જાપાન અને સિંગાપુર જેવા દેશોએ વિદેશીઓના પ્રવેશ પર મહત્ત્વપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 
  • હરદીપ પુરીએ ટ્વિટર પર કહ્યુ, ‘જ્યારે દેશો દ્વારા વિદેશી નાગરિકોને આપણે ત્યાં પ્રવેશ આપવાના નિયમોમાં ઢીલ આપવામાં આવશે, નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને ફરીથી શરૂ કરવા વિશે નિર્ણય કરવામાં આવશે. ગંતવ્ય દેશોએ આવનાર ફ્લાઇટ્સને પરવાનગી આપવા માટે તૈયાર રહેવું જોઇએ.’

  • એર ઇન્ડિયાએ 5 જૂનથી વંદે ભારત મિશન હેઠળ અમેરિકા અને કેનેડા તેમજ વિશ્વના અન્ય દેશોમાં જતા મુસાફરો માટે બુકિંગ શરૂ કર્યા છે.
  • આ મિશન હેઠળ 9 જૂનથી 30 જૂન 2020 દરમિયાન યાત્રીઓ મુસાફરી કરી શકાશે.
  • આ ફ્લાઇટ્સ અમેરિકા અને કેનેડાના અમુક શહેરો જેવા કે ન્યૂયોર્ક, શિકાગો, વૉશિંગ્ટન, સેન ફ્રાન્સિસ્કો, વેનકોવર અને ટોરન્ટો માટે ઉપલબ્ધ થશે.
  • હરદીપ પુરીએ કહ્યુ કે હાલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થવામાં સમય લાગી શકે છે.  
  • દેશમાં મોટાભાગના મેટ્રો શહેર રેડ ઝોનમાં છે, તેથી બહારના શહેરોમાંથી લોકો ફ્લાઇટ પકડવા માટે આવી શકતા નથી.
  • તેમજ દેશમાં આવ્યા પછી યાત્રીઓએ 14 દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું પડશે. 
  • જ્યાં સુધી ફ્લાઈટ્સ ચાલુ ના થાય ત્યાં સુધી સરકાર વંદે ભારત મિશન હેઠળ લોકોને વિદેશમાંથી દેશમાં લાવતી રહેશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024