Faraz Khan
ફરેબ અને મહેદી જેવી ફિલ્મોમાં કામ કરનાર ફરાઝ ખાન (Faraz Khan) નું 46 વરસની વયે તેનું નિધન થઇ ગયું છે. તે લાંબા સમયથી બીમાર રહેતો હતો. તેના બ્રેઇનમાં ઇન્ફેકશન થઇ ગયું હતું. બેગલુરુની વિક્રમ હોસ્પિટલમાં તેનો ઇલાજ ચાલતો હતો. છેલ્લા થોડા સમયથી તેની તબિયત ગંભીર જતા અને તે આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો.
બુધવારે ફરાઝ ખાને જિંદગી સામેની લડાઇ હારી અંતિમ શ્વાસ લીધા હતા. ફરાઝ કેરેકટર આર્ટિસ્ટ યુુફ ખાનનો પુત્ર છે. તેણે રામી મુખર્જી સાથે 1998 માં મહેદી, ફરેબ, પૃથ્વી અને દિલને ફિર યાદ કિયામાં કામ કર્યું હતું.
આ પણ જુઓ : જમ્મુ કશ્મીરમાં 370 કલમ રાડ થયા બાદ 28 નવેંબરે ડીડીસીની પહેલી ચૂંટણી
ફરાઝની તબિયત છેલ્લા એક વરસથી વધુ બગડી હતી. તેને કફની ફરિયાદ હતી આ પછી તેને છાતીમાં ઇન્ફેકશન થઇ ગયું હતું. આ ઇન્ફેકશન ફેલાઇને છાતીથી બ્રેઇન સુધી પહોંચી ગયું હતું.
તેના ઇલાજ માટે રૂપિયા ૨૫ લાખની જરૂર હતી. જેમાં સલમાન ખાને ફરાઝના તમામ મેડિકલ બિલ્સ ચૂકવી મદદ કરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.