Kriti Sanon

Kriti Sanon

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનોન (Kriti Sanon) પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. જુગ જુગ જિયોનું શૂટિંગ કરી રહેલા વરુણ ધવન, નીતુ કપૂર, મનીષ પોલ અને દિગ્દર્શક રાજ મહેતા બાદ હવે કૃતિ સેનોન પણ કોરોના પોઝિટિવ આવી છે.

કૃતિના નજીકના એક સૂત્રે જણાવ્યું હતું કે, કૃતિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી સોમવારે મળી હતી. ત્યારબાદ કૃતિ સેનોને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરીને આની જાણકારી આપી છે.

આ પણ જુઓ : ‘બાંગ્લાદેશની મસ્જિદોમાં બાળકો સાથે દરરોજ રેપ કરે છે ઈમામ’: તસલીમા નસરીન

કૃતિએ લખ્યું છે કે, ‘હું દરેકને જાણ કરવા માંગુ છું કે હું કોરોના પોઝિટિવ આવી છું. ચિંતા કરવાની કંઈજ જરુર નથી. હું ઠીક છું. BMC અને મારા ડૉક્ટરની સલાહ પ્રમાણે હું હાલ ક્વોરેન્ટાઇન છું. જેથી હું આરામ કરીશ અને ટૂંક સમયમાં કામ ફરી શરુ કરીશ. ત્યાં સુધી હું બધું શુભેચ્છાઓ વાંચું છું અને તે કામ કરે છે. બધા સલામત રહો, કોરોના હજી ગયો નથી.’

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024