Bollywood
બોલિવૂડ (Bollywood) ના જાણીતા ગાયક એસપી બાલાસુબ્રમણ્યમનું શુક્રવારના 1 વાગ્યેને 4 મિનિટ પર નિધન થઈ ગયું છે. તે કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ 5 ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ હતા. જે હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી ત્યાંથી ગુરૂવારના સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતુ કે તેમની સ્થિતિ ઘણી જ ખરાબ છે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા લોકોએ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
74 વર્ષના એસપી બાલાસુબ્રમણ્યમે હિંદી ફિલ્મોના ગીતોમાં પોતાની એક અલગ ઓળખ સ્થાપિત કરી હતી. 1989માં આવેલ સલમાન ખાન-ભાગ્યશ્રી સ્ટારર સુપરહિટ ફિલ્મ ‘મેંને પ્યાર કિયા’માં સલમાન ખાનના તમામ ગીત એસપી બાલાસુબ્રમણ્યમને ગાયા હતા, જે સુપરહિટ સાબિત થયા હતા.
Bala Subramaniam sir . All the strength hope wishes from the bottom of my heart to a speedy recovery n thank u for every song u sang fr me n made special your dil dewana hero prem, Love u sir.
— Salman Khan (@BeingSalmanKhan) September 24, 2020
બાલા સુબ્રમણ્યમને સલમાન ખાનની અવાજ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે સલમાનના અનેક હિટ ગીતો ગાયા છે. ગુરૂવારના તેમની હાલત ઘણી જ ગંભીર હોવાના સમાચાર બાદ સલમાન ખાને તેઓ જલદી ઠીક થાય તેવી પ્રાર્થના કરી હતી. સલમાન ખાને ટ્વીટ કર્યું હતુ કે, ‘બાલા સુબ્રમણ્યમ સર, તમે જલદી સાજા થાઓ તે માટે હ્રદયપૂર્વક સંપૂર્ણ તાકાત અને દુઆ આપું છું. તમે જે પણ મારા ગીતો ગાયા છે તેને ખાસ બનાવવા માટે આભાર, તમારો દિલ દીવાનો હીરો પ્રેમ, લવ યૂ સર.’
બાલાસુબ્રમણ્યમે અત્યાર સુધીમાં 16 ભાષાઓમાં 40,000થી પણ વધારે ગીત કાયા છે અને તેમણે ચાર ભાષાઓ- તેલુગૂ, તમિલ, કન્નડ અને હિંદી ગીતો માટે 6 વખત શ્રેષ્ઠ ગાયક તરીકે રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. તેમને ભારત સરકર તરફથી 2001માં પદ્મશ્રી અને 2011માં પદ્મભૂષણ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.