Ganapati Special Train

ગણેશ ચતુર્શીનાં અવસરે યાત્રીઓની ભીડ ન થાય તે માટે ભારતીય રેલવે ગણપતિ સ્પેશિયલ ટ્રેન (Ganapati Special Train) ચલાવશે. ભારતીય રેલવે પ્રમાણે, પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેના સાથમાં અમદાવાદ, વડોદરા અને રત્નાગિરી, કુડાલ, સાવંતવાડી રોડ સ્ટેશનો વચ્ચે ગણપતિ સ્પેશિયલ ટ્રેન ચલાવશે. Ganapati Special Train માટે બુકિંગ 17 ઓગસ્ટથી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર અને આઈઆરસીટીસીની IRCTC વેબસાઇટ પરથી કરવામાં આવશે.

ભારતીય રેલવે દ્રારા જણાવવામાં આવ્યું છે કે, ટ્રેન નંબર 09415 કુડાલ-અમદાવાદ જંકશન સાપ્તાહિક સ્પેશિયલ ભાડા સાથે 19 ઓગસ્ટ અને 26 ઓગસ્ટનાં કુડાલથી 05.30 કલાકે રવાના થશે. આ ટ્રેન બીજા દિવસે 00.15 કલાકે અમદાવાદ જંકશન પહોંચશે.

તેમજ ભારતીય રેલવેએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, ટ્રેન નંબર 09416 અમદાવાદ જંકશન-કુડલ સાપ્તાહિક સ્પેશિયલ ભાડા સાથે 18 ઓગસ્ટ અને 25 ઓગસ્ટનાં અમદાવાદથી 9.30 કલાકે રવાના થશે. આ ટ્રેન બીજા દિવસે 04.30 કલાકે કુંડલ પહોંચશે.

 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024