- ઇન્ડિયન આઇડલ 11 નો વિજેતા સની હિંદુસ્તાનીને પોતાના નામે કર્યો છે. ત્યારે ઇન્ડિયન આઇડલે અત્યાાર સુધીમાં અનેક જાણીતા સિંગર્સ શોધી તેમને યોગ્ય પ્લેટફોર્મ આપ્યું છે. ત્યારે આ વખતે પણ ઇન્ડિયન આઇડલ 11એ આવા જ એક આર્ટીસ્ટને વીનર બનાવ્યો છે. સાથે જ તેને આગામી ફિલ્મમાં ગીત ગાવાની તક પણ આપવામાં આવી છે. સની હિંદુસ્તાને પોતાની અદ્ધભૂત અવાજના કારણે વિજેતા બન્યો છે.
- સના હિંદુસ્તાની મૂળ પંજાબના વતની છે. આ શોમાં આવ્યા પહેલા સની રસ્તા પર જૂતા પોલિશ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને તેમની માતા ફુગ્ગા વહેંચવાનું કામ કરતા હતા. સનીએ જણાવ્યું કે નાનપણથી જીવનના અનેક ઉતાર ચઢાવ દેખ્યા છે.અને આજે અનેક શાસ્ત્રીય સંગીતના જાણકારોને પાછળ મૂકીને પોતાની મહેનત અને અવાજના કારણે તે ઇન્ડિયન આઇડલમાં જીત મેળવવામાં સફળ રહ્યા છે.સનીએ એક એપિસોડ દરમિયાન કહ્યું હતું કે તે નુસરત અલી ખાનના ફેન છે ‘”વો હટા રહે હૈ પરદા'”નામનું ગીત સનીએ એક દરગાહ પર સાંભળ્યું હતું. અને આ ગીત સાંભળીને તે રોવા લાગ્યા હતા. અને બસ ત્યારથી તેને ગાયકીનો આ શોખ લાગ્યો હતો.
- સની નુસરત ફતેહ અલી ખાનના મોટા ફેન છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News