- તમને જાણીને નવાઈ લાગશે રાજકોટમાં દારૂની હેરાફેરી કરવા માટે બૂટલેગરો નવી જ કારીગરી કરી રહ્યા છે. આવી જ કારીગરી કરીને દારૂની ડિલિવરી કરવા જતાં એક વ્યક્તિને પોલીસે પકડી પાડ્યો છે. આ વ્યક્તિ Zomatoની બેગમાં દારૂની ડિલિવરી કરવા માટે જઈ રહ્યો હતો.
- હૉમ ડિલિવરી કરતી Zomato, Swiggy જેવી કંપનીઓએ મોટા શહેરોમાં પોતાની સેવા શરૂ કરી છે.
- બીજી તરફ દારૂ કે નશીલા પદાર્શોની હેરાફેરી કરતા લોકો આવી કંપનીઓના કપડાં અને બેગનો ઉપયોગ કરીને આવા પદાર્થોની હેરાફેરી કરી રહ્યાનો બનાવો રાજ્યમાં પ્રકાશમાં આવતા રહે છે.
- ગત અઠવાડિયે અમદાવાદમાં પણ ફૂડ ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરીનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું. હવે રાજકોટમાં જ આવું કૌભાંડ સામે આવ્યું છે.
- રાજકોટમાં પોલીસે એક બુટલેગરને ઝોમાટોની ડિલિવરી બેગમાં દારૂની હેરાફેરી કરતા પકડી પાડ્યો છે.
- પોલીસે તપાસ કરતા ઝોમાટો બેગમાંથી છ બોટલ વિદેશ દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગોપાલ ચોક નજીક અક્ષર સ્કૂલ પાસેથી દારૂ લઈને પસાર થઈ રહેલા મિલન ગરેજા નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
- મળતી માહિતી પ્રમાણે ધરપકડ કરવામાં આવેલો મિલન ગરેજા સાત વર્ષ પહેલા પોરબંદરમાં દારૂનાં ગુનામાં પકડાઈ ચુક્યો છે.
- આ વખતે તે ઝોમાટોના ડિલિવરી બોયની આડમાં દારૂની હેરાફેરી કરતો પકડાયો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.