Botad

Botad

બોટાદ (Botad) જિલ્લાના ગઢડાના ગુંદાળા ગામ નજીક ચિરોડા રોડ પર ૨૫ વર્ષ પૂર્વેના ઝઘડાની દાઝમાં ગુંદાળાના સખ્શે ફોર વ્હીલથી ગામના જ યુવાનને ટક્કર મારી તેની છાતી પર બંદુક રાખી ધમકી આપી હતી. તેમજ અન્ય ચાર શખ્સોની મદદથી 5 શખ્સોએ તેમના પર હુમલો કરી લોહીયાળ ઇજા પહોંચાડી નાસી છૂટ્યા હતા.

બોટાદ જિલ્લાના ગઢડા તાબેના ગુંદાળા ગામે રહેતા અને ખેતી કરતાં જામસંગભાઇ માનસંગભાઇ રાઠોડે ગઢડા પોલીસ સ્ટેશનમાં એવા ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી પોતાનું મોટર સાયકલ નંબર જીજે.૦૧.એફ.ઝેડ.૧૯૬૭ લઇને ગુંદાળા બસ સ્ટેન્ડથી તેમના ઘર તરફ જઇ રહ્યા હતા. ત્યારે, ચિરોડ રોડ પર પાછળથી ધસી આવેલી એક ફોર વ્હીલ વાહને તેમના મોટર સાયકલને ટક્કર મારી પછાડી દિધા હતા.

આ પણ જુઓ : સુરત: કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘ્ઘન બદલ પાસ નેતા અલ્પેશ કથીરિયા સહિત 6 લોકોની ધરપકડ કરાઈ

૨૫ વર્ષ પૂર્વે થયેલાં ઝઘડાની દાઝમાં શાંતુ એભલભાઇ ખાચર કારમાંથી બંદુક લઇને ઉતર્યા હતા.અને ફરિયાદીની છાતી પર બંદુકનું નાળચું રાખી ધમકાવ્યા હતા.

ઉપરાંત, કારમાંથી રાજેન્દ્ર ભાભલુભાઇ ખાચર, મહેન્દ્ર ભાભલુભાઇ ખાચર, મંગળુ શાંતુભાઇ ખાચર તથા રવુ ખાચરના દિકરા કટુએ ધારિયા,પાઇપ, લાકડી વતી આડેધડ માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ફરિયાદીને ગંભીર હાલતે પ્રથમ ગઢડા સરકારી દવાખાને અને બાદમાં વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડાયા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024