Sweepers strike

Sweepers strike

અમદાવાદમાં સફાઈ કર્મચારીઓની હડતાળ (Sweepers strike) ત્રીજા દિવસે પણ યથાવત છે. શહેરના રસ્તાઓ પર ઠેરઠેર કચરો જોવા મળી રહ્યો છે. સફાઈ કર્મચારીઓની માગણીઓને વહીવટી તંત્રએ ધ્યાને ના લેતાં હવે સફાઈ કર્મચારીઓ જાહેર રસ્તા પર કચરો ફેંકીને વિરોધ નોંધાવી રહ્યા છે. અમદાવાદના બોડકદેવમાં આવેલી લાડ સોસાયટી રોડ પર કચરાના ઢગલા કરી નાંખ્યા છે.

આ હડતાળથી 48 વોર્ડમાં સફાઈ કામગીરીને અસર પડી છે. અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવાની અને વારસાઈ હકની માંગણી પણ કર્મચારીઓ અડગ છે. અમદાવાદ શહેરના રસ્તાઓ પર કચરા જોવા મળી રહ્યા છે. ત્રણ દિવસથી શહેરની સફાઈ થઈ નથી.

આ પણ જુઓ : રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં 3 ગુજરાતીના કમકમાટીભર્યા મોત

Amc સફાઈ કર્મચારીઓની હડતાળનો આજે ત્રીજો દિવસ છે. સફાઈ કર્મચારીઓ આજે પણ બોડકદેવ ઝોનલ ઓફિસ ખાતે ધરણા કર્યા હતા. મોટી સંખ્યામાં સફાઈકર્મીઓ ભેગા થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.  

સફાઈ કર્મચારીઓએ ધરણા સ્થળ પર જ રસોડું શરૂ કરીને જમવાની વ્યવસ્થા કરી છે. Amc સફાઈકર્મીઓ પણ ખેડૂત આંદોલનના માર્ગે વિરોધ પર ગયા છે. ત્યારે ધરણા સ્થળે જ રસોડું શરૂ કરવામાં આવ્યું છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024