- નાસ્તામાં બનાવો બ્રેડ સ્પ્રાઉટ્સ રોલ. તે શરીર માટે પણ ફાયદાકારક છે.
- સામગ્રી
- ટમેટાં – પા કપ
- લીલાં મરચાં – 1 ચમચી
- બ્રેડની સ્લાઇસ – 10
- ફણગાવેલા મઠ – 1 ચમચો
- કોપરાનું છીણ – 1 ચમચો
- ફણગાવેલા મગ – 1 ચમચો
- સમારેલી ડુંગળી – 1 ચમચો
- આદુંની પેસ્ટ – પા ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- લીંબુનો રસ – 1 ચમચી
- મરીનો ભૂકો – પા ચમચી
- તેલ – વઘાર માટે
- કોથમીર – 1 ચમચો
- આ પણ વાંચો
- Bhumi Pednekar delivers the ball across the boundary – watch video
- Rakhi Sawant flies China to kill ‘Coronavirus’
- Delhi Elections 2020: Battle for Capital begins; Voting Underway
- Delhi: Scuffle breaks out between AAP and Congress workers
- 80 Indian students still in coronavirus-hit Wuhan: Jaishankar
- Ruckus in Parliament today designed to prevent me from questioning govt: Rahul Gandhi
- Bigg Boss 13: Abhimanyu Dassani to meet Salman Khan
રીત :
- સૌપ્રથમ ફણગાવેલા મગ અને મઠને થોડું પાણી રેડી બાફી લો.
- એક પેનમાં તેલ ગરમ કરી ડુંગળી સાંતળો. તે પછી તેમાં ટમેટાં, લીલાં મરચાં અને આદુંની પેસ્ટ ભેળવી નરમ થાય ત્યાં સુધી સાંતળો.
- તેમાં ફણગાવીને બાફેલા મગ અને મઠ ભેળવો. મરી, મીઠું અને કોપરાનું છીણ નાખીને હલાવો. તે પછી ગેસ પરથી ઉતારીને લીંબુનો રસ ભેળવો અને ઠંડું થવા દો.
- હવે ચપ્પુથી બ્રેડની કિનારીઓ કાપી લો. એક બાઉલમાં પાણી લઇ તેમાં બ્રેડની એક સ્લાઇસને બોળીને નિચોવી લો. તેની વચ્ચે ફણગાવેલા મગ-મઠનું મિશ્રણ ભરી રોલ વાળી લો.તેની કિનારીઓને સારી રીતે બંધ કરો.
- આ રીતે બધી સ્લાઇસના રોલ તૈયાર કરો.
- હવે તેલ ગરમ કરી તેમાં ધીમી આંચે આ રોલ તળી લો. આને ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.
- બ્રેડરોલ બનાવીને તેને બે કલાક ફ્રીજમાં રાખી શકો છો જેથી તે સેટ થઇ જાય. એનાથી તેલ ઓછું વપરાય છે અને રોલ ક્રિસ્પી બને છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News