પાટણના ચકચારી ડબલ મર્ડર કેસમાં હત્યારી કિન્નરીને લઇ પોલીસ શુક્રવારે અમદાવાદ પહોંચી હતી અને લાલદરવાજા વિસ્તારમાંથી તે જેની પાસેથી પોટેશીયમ સાઇનાઇડ લાવી હતી તે શખ્સને શોધવા અને પકડવા મથામણ આદરી હતી.

દરમિયાન કિન્નરી તંત્ર મંત્રના રવાડે ચડી હતી અને કોઇ તાંત્રિક મારફતે બગલામુખી મંત્ર સિધ્ધ કર્યો હતો તેવી ચોંકાવનારી હકીકત બહાર આવી રહી છે.એટલુંજ નહી તે સાહસિક પણ હતી અને એરંડા તેમજ ફૂૂડ ઓઇલના સટ્ટામાં પણ રસ લેતી થઇ હતી તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

સિધ્ધપુરના કલ્યાણા ગામના વતની અને અમદાવાદ ખાતે રહેતા નરેન્દ્રભાઇ પટેલનો દીકરો જીગર પટેલ બીઇસીવીલ હતો અને કન્સ્ટ્કશનના વ્યવસાયમાં હતો. તેની પત્ની ભૂમિબેન પણ ડેન્ટીસ્ટ છે તેઓ પણ અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હતા. થોડાક સમયથી નોકરી બંધ હતી તેઓ દીકરી માહી પાછળ સમય આપતા હતા.

જ્યારે કિન્નરી જીગરભાઇના લગ્નના અરસામાં જ ડેન્ટીસ્ટ થયેલ હતી. તેના અમેરીકા સ્થીત સમાજના યુવક સાથેજ સગપણની વાત હતી પણ તેને લઇ કોઇ વિવાદ નહોતો. તે પણ અમેરીકા જવા ઇચ્છા રાખતી હતી.

અમદાવાદ તપાસ અર્થે ગયેલ પોલીસ ઇન્સ્પેકટર ચૌધરીનો મોડી સાંજે સંપર્ક થતાં તેમણે આરોપી કિન્નરી અને તેના પિતાના નિવાસસ્થાને તપાસ હાથ ધરી છે તેટલી જાણકારી આપી હતી.પોલીસ સાઇનાઇડ શોધી રહી છે કે અન્ય કોઇ ચીજવસ્તુ તે જણાવ્યું નથી.

કિન્નરીએ પોલીસ સાથેની પૂછપરછ અને વાતચિતમાં અમદાવાદ ખાતે લાલદરવાજા વિસ્તારમાંથી કોઇ લારીવાળા પાસેથી સાઇનાઇડ લીધું હોવાનું જણાવ્યું હતું જોકે સાઇનાઇડ ત્યાં કોઇ લારીવાળાની પાસે ન મળી શકે તેવું સૂત્રોનું કહેવું છે.જોકે પોલીસ તેને લઇને શુક્રવારે અમદાવાદ પહોંચી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ કિન્નરી કોઇ તાંત્રિક સાથે સંપર્કમાં હતી અને તેણે બગલામુખી મંત્ર તંત્ર સિધ્ધ કર્યો હતો તેનાથી ધાર્યુ કામ સિધ્ધ થાય છે અને તેણીએ ઓનલાઇન પેમેન્ટ પણ કરેલું તેવું પરિવારજનોની વાતચીતમાં જણાવેલું.જોકે આ બાબત હજુ પોલીસની તપાસમાં આવી નથી.

આ ઘટના પ્રકાશમાં આવી ત્યારથી સાથે તેમની સાથે રહેલા અને અંગત સબંધ ધરાવતા સુરેશભાઇ સી. પટેલ જણાવે છે કે તેના પિતા અને ભાઇ ભોળા છે .ધાર્મિક અને ભક્તિભાવવાળો પરિવાર છે. એટલે પારિવારીક કારણ હોય તેવું મને ઓછું લાગે છે.

કિન્નરી હવે પસ્તાય છે.તેણે બે દિવસ કંઇ ખાધુ નહોતું . કાલે મેં તેને પોલીસ સ્ટેશનમાં લાવેલ ભોજન કરાવ્યું હતું ત્યારે તેણીએ મારાથી સહન નહી થાય. મને જામીન પર છોડાવો તેવી કાકલુદી કરી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.