પાટણ ડબલ મર્ડર કેસમાં ડેન્ટિસ્ટ કિન્નરી પટેલે તેના સગા ભાઈ જીગર અને માસૂમ ભત્રીજી માહીને ઝેર આપી મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં તેણીએ પોટેશિયમ સાઇનાઇડનો ડોઝ કેપ્સુલ મારફતે આપ્યો હતો.

તે રાસાયણિક દ્રવ્ય અમદાવાદથી લાવી હોવાનું પોલીસ તપાસમાં જણાવતાં તે કોના પાસેથી લાવી હતી અને બીજા કોણ કોણ તેની સાથે સંડોવાયેલા છે તે દિશામાં તપાસ આરંભાઇ છે. ઘરમાં તેનો અસંતોષ અને મહત્વ નહીં મળવાની નારાજગીના કારણે કિન્નરીએ આ પગલું ભર્યું હોવાનો પોલીસની પ્રાથમિક તપાસમાં તેણીએ ખુલાસો કર્યો છે.ત્યારે આ ઘટનામાં ઊંડાણપૂર્વકની તપાસ માટે પોલીસે પાટણ કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

પાટણના ચકચારી ડબલ મર્ડર કેસમાં હત્યારી કિન્નરીને લઇ પોલીસ શુક્રવારે અમદાવાદ પહોંચી હતી અને લાલદરવાજા વિસ્તારમાંથી તે જેની પાસેથી પોટેશીયમ સાઇનાઇડ લાવી હતી તે શખ્સને શોધવા અને પકડવા મથામણ આદરી હતી.

કિન્નરીએ પોલીસ સાથેની પૂછપરછ અને વાતચિતમાં અમદાવાદ ખાતે લાલદરવાજા વિસ્તારમાંથી કોઇ લારીવાળા પાસેથી સાઇનાઇડ લીધું હોવાનું જણાવ્યું હતું જોકે સાઇનાઇડ ત્યાં કોઇ લારીવાળાની પાસે ન મળી શકે તેવું સૂત્રોનું કહેવું છે.જોકે પોલીસ તેને લઇને શુક્રવારે અમદાવાદ પહોંચી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ કિન્નરી કોઇ તાંત્રિક સાથે સંપર્કમાં હતી અને તેણે બગલામુખી મંત્ર તંત્ર સિધ્ધ કર્યો હતો તેનાથી ધાર્યુ કામ સિધ્ધ થાય છે અને તેણીએ ઓનલાઇન પેમેન્ટ પણ કરેલું તેવું પરિવારજનોની વાતચીતમાં જણાવેલું.જોકે આ બાબત હજુ પોલીસની તપાસમાં આવી નથી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.