BSF
પંજાબના તરણ તારણથી પાંચ પાકિસ્તાની સરહદ પાર કરવાની કોશિશ કરી રહ્યા હતા. જે દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની 47 બટાલિયને ભારત-પાકિસ્તાન સરહદ પર પાંચેય ઘૂસણખોરોને ઠાર કરી દીધા છે. અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે કે આ ઘૂસણખોરો પાકિસતાની આતંકી છે કે સ્મગલર.
આ પણ જુઓ : ટૂંકું ને ટચ : BCCI ધોનીની ફેરવેલ મેચનું આયોજન કરવા માટે તૈયાર
બીએસએફ (BSF)દ્વારા રજૂ કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર 103 બટાલિયનના જાગૃત સૈનિકોએ તરણ તરણની આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરોને જોયા હતા. ઘુસણખોરોએ બીએસએફના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેથી વળતો જવાબ આપતા પાંચ ઘુસણખોરો માર્યા ગયા છે. બીએસએફનું કહેવું છે કે તેમની પાસેથી એકે -47, એક પિસ્તોલ અને એક પીઠ્ઠુ બેગ મળી આવી છે. શસ્ત્રો અને બેગ કબજે કરી તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય સરહદ પર બંદોબસ્ત વધારી દેવાયો છે. બીએસએફના જવાનો મુસ્તૈદીથી ઘુસણખોરીના પ્રયાસને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ જુઓ : ટૂંકું ને ટચ : UAE IPL માં ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડના ખેલાડીઓને ક્વોરન્ટાઈનમાંથી છૂટ
બીએસએફના જવાનોએ જોયું કે એક વ્યક્તિ પાકિસ્તાનથી સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેને રોકાવાનું કહેવામાં આવતા બેરીકેડ્સ પાર કરી દોડવા લાગ્યો હતો. ત્યારબાદ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ તેમના ઉપર ફાયરિંગ કર્યું અને ઘુસણખોરને ત્યાં જ ઠાર કરી દીધો હતો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.