Heritage tourism policy
  • પાટણ : વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ નજીક 25 એકર જમીનમાં રૂ.1000 કરોડના ખર્ચે બુદ્ધનગરનું નિર્માણ થનાર છે
  • નેપાળ અને ભૂતાનથી બૌદ્ધિસ્ટ વિજય સિંઘ અને શંકર મહાર્જને પાટણની મુલાકાત લીધી હતી
  • પાટણમાં વિશાળ બુદ્ધનગરનું નિર્માણ થનાર છે તે માટે પાટણ સર્કિટ હાઉસ ખાતે અરુણકુમાર સાધુ, રાજેન્દ્ર હિરવાણીયા અને પરેશભાઈ મકવાણા સાથે સમગ્ર પ્રોજેક્ટ માટેની ચર્ચા કરી હતી.
  • બુદ્ધનગરમાં બુદ્ધ વિહાર
  • ધ્યાન યોગ કેન્દ્ર
  • 51 ફૂટની વિશાળ બુદ્ધ પ્રતિમા
  • રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સેમિનાર થાય તે માટે આધુનિક હોલ
  • આંતરરાષ્ટ્રીય બુદ્ધિજમ રિસર્ચ સેન્ટર
  • વિશાળ ગાર્ડન
  • બુદ્ધિજમ યુનિવર્સિટી
  • IB સ્ટાન્ડર્ડ સ્કૂલ વિગેરે નિર્માણ કરી બૌદ્ધ સર્કિટ નું નિર્માણ કરવા અને પાટણ ખાતે બૌદ્ધ ધર્મના ધર્મગુરુ દલાઈ લામાજીની વિશેષ ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બુદ્ધિજમ કોન્ફરન્સ બોદ્ધ ધર્મનાં આંતરરાષ્ટ્રીય ધર્મ ગુરુઓ, એક લાખ ભક્તગણ લોકોની હાજરીમાં આંતરરાષ્ટ્રીય બુદ્ધિજમ કોન્ફરન્સ યોજાશે.
  • કાલ ચક્ર પુજા 1 મહિના સુધી પાટણમાં યોજાય તે માટે ગહન ચર્ચા કરી બૌદ્ધ નગરનું નિર્માણ પ્રોજેક્ટ રાણીની વાવ નજીકના વિસ્તારમાં બનનાર હોઈ સાઇટનું પણ નિરિક્ષણ કરવામાં આવ્યું હતુ.
  • ગુજરાત લેવલે બુદ્ધ સર્કીટ તરીકે વિકાસ પામે તે માટે ઉત્તર ગુજરાતમાં ઉત્ખનન દરમ્યાન મળેલ બૌદ્ધ અવશેષોના સ્થળો વડનગર, તારંગા, દેવની મોરી વિગેરે સ્થળોની મુલાકાત લીધી હતી
  • સમગ્ર પ્રોજેક્ટ નું ડિજિટલ અને ડિઝાઇનવર્ક ઈટલીની પ્રખ્યાત કંપની કરશે જ્યારે પ્રચાર- પ્રસારનું કાર્ય દિલ્હી ગુડગાવ સ્થિતિ DCS કંપની દ્વારા કરાશે
  • આ પ્રોજેકટમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંસ્થાઓ અને રાજ્ય અને કેન્દ્ર સરકારના આથિક સહયોગ મેળવાશે બુદ્ધનગર નિર્માણ પ્રોજેક્ટનું કામ ઝડપથી શરૂ થાય તે માટે આગામી દિવસોમાં બૌદ્ધ ગયા અને અન્ય બૌદ્ધિષટ દેશો ની તેમજ બૌદ્ધ સંસ્થાઓ ની મુલાકાત માટે પ્રવાસ કરવામાં આવનાર છે

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024