પત્ની ફોન પર વધારે વાત કરતી હતી, પતિએ માથામાં સિલિન્ડર મારીને હત્યા કરી.

પોસ્ટ કેવી લાગી?
 • છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મહિલાની હત્યાનો બનાવ બન્યો છે. હત્યાનો આરોપી મહિલાનો પતિ જ છે.
 • ગુરુવારે રાત્રે પતિ અને પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.
 • જે બાદમાં પતિએ ગુસ્સામાં આવીને પત્નીના માથા પર ગેસ સિલિન્ડર મારી દીધો હતો. માથા પર હુમલા બાદ મહિલા લોહીથી લથબથ થઈ ગઈ હતી.
 • શરીરમાંથી વધારે લોહી વહી જવાને કારણે તેનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત થઈ ગયું હતું.
 • શુક્રવારે સવારે મહિલાની લાશ જોઈને આસપાસના લોકો થરથરી ગયા હતા.
 • હત્યા બાદ આરોપી પતિ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.
 • શહેરના રાજા તળાવ વિસ્તારમાં આ આખી ઘટના બની હતી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
 • મળતી માહિતી પ્રમાણે રાજધાનીના રાજા તળાવ વિસ્તારમાં એક દંપતી રહે છે. આશરે ચાર વર્ષ પહેલા બંનેને લગ્ન થયા હતા.
 • લગ્નનાં થોડા સમય પછી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પતિ તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરવા લાગ્યો હતો.
 • જે બાદમાં બંને વચ્ચે ઝઘડા થતાં હતાં.
 • ગુરુવારે રાત્રે પીડિત પત્ની કોઈ સાથે ફોન પર વાતચીત કરી રહી હતી.
 • ઘણા લાંબા સમય સુધી ફોન પર વાત કરવા મામલે પતિનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો.
 • બંને વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે પતિએ તેના ઘરમાં પડેલા ગેસ સિલિન્ડર વડે તેની પત્ની પર હુમલો કરી દીધો હતો.
 • આ હુમલામાં પત્નીનું મોત થઈ ગયું હતું.
 • પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ સિવિલ લાઇન પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ પણ તેની પાસેથી ઘટનાગ્રમ જાણીને અવાક થઈ ગઈ હતી.
 • હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કર લીધી છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures